________________
૧૦૪] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
સપૂત માટે ગુજરાત જેટલાં ગર્વ અને ગૌરવ ધરે એટલાં ઓછાં છે. એઓ જેનેના જેટલા જ જૈનેતરના, સમસ્ત ગુજરાતીઓના માનને અને પૂજાને પાત્ર છે!”
પ્રાચીન શ્રાવક કવિ ઋષભદાસે, હેમચન્દ્રાચાય માટે બહુ સુન્દર કાવ્ય રચ્યું છે:
સર્ગ મૃત્યુ પાતાલમાં, દેશ વિદેહમાંહિટ હેમસૂરિ સરિખા જતિ, જગહ નહીં દીસઈ કયાંહિ; જે નિકલંક શીલઈ ભલે, ગુણ અંગિ કંઈ કેડિ, અવર પુરુષ જેયા ઘણ, દીસે અકેમિ ડિ.”
વિ ભા. મુસલગાંવકર કહે છે કે, “આ. હેમચન્દ્ર કે ગ્રન્થ નિશ્ચય હી સંસ્કૃત સાહિત્ય કે અલંકાર હ. ઈનકે ગ્રન્થ રોચક, મર્મસ્પશી એવ સજીવ હૈ. પશ્ચિમકે વિદ્વાન ઈન કે સાહિત્ય પર ઈતને મુગ્ધ હૈ કિ ઉન્હોંને ઈર્ષે Ocean of Knowledge-જ્ઞાનકા મહાસાગર કહા હૈ.”
૫. આનન્દશ કર ધ્રુવે લખ્યું છે કે, ઈ. સ. ૧૦૮૯ થી ૧૧૭૩ એ વર્ષો કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રના તેજથી દેદીપ્યમાન છે. હેમચદ્રાચાર્ય ધર્મ અને તત્ત્વજ્ઞાનના પણ બેશક સારા વિદ્વાન હતા, અને તે વિષયના કાત્રિશિકા વગેરે એમના કેટલાક ગ્રન્થ પણ છે. પરંતુ જેને વાડમયને એમની ચિરસ્થાયી સેવા તે આ વિષય કરતાં ભાષા અને સાહિત્યના વિષયમાં વધારે
થઈ છે, એમાં સંશય નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com