________________
હેમચંદ્રાચાર્ય
[૧૦૩
વિદ્યા, સંસ્કારિતા અને સર્વધર્મ સમભાવનું અદ્દભુત ઓજસ છે. હેમચંદ્ર આખા એક દેશની પ્રજાના જીવનનું અને તેની વિચારભૂમિકાનું પાસું ફેરવી નાંખ્યું.”
શ્રી કે. પીટસન કહે છે કે, “હેમચન્દ્ર એક મોટા આચાર્ય હતા. દુનિયા પર અથવા દુનિયામાંની કેાઈ પણ ચીજ પર તેમને રતિભાર પણ માહ હતે નહિ ને દુનિયામાં રહેલ સવ માહ ક્ષણભંગુર છે, એમ તે જાણતા હતા.
શ્રી કે. એમ. પાણિકકર કહે છે કે શ્રી હેમચન્દ્રસૂરિ યોગી હતા. શબ્દશાસ્ત્રના નિર્માતા હતા. મહાન કવિ હતા. ધર્મોપદેશક પણ હતા. તેમનું વ્યક્તિત્વ ખરેખર અદ્વિતીય છે. ભારતવર્ષે જે મહાનમાં મહાન સર્વશ્રેષ્ઠ પુરુષોને જન્મ આ છે તે પૈકીના એક શ્રીહેમચન્દ્રસૂરિ છે.”
દિ. બ. કૃષ્ણલાલ મો. ઝવેરી લખે છે કે એરિસ્ટોટલ અને પ્લેટે પણ હેમચન્દ્રસૂરિની કક્ષામાં આવી શકતા નથી. કારણ, હેમચન્દ્રાચાર્યની સાહિત્યકૃતિઓને વિસ્તાર વિષય સંબંધે સર્વગ્રાહી હતો. એરિસ્ટોટલ વગેરેને તે સર્વગ્રાહી ન હતે.”
શ્રી ચતુરભાઇ શકરભાઇ પટેલ લખે છે કે, “હેમચન્દ્ર એટલે સર્વતોમુખી પરિણત પ્રજ્ઞા, રસભરી સર્વોત્કૃષ્ટ સર્જકતા. હેમચન્દ્ર એટલે વિદ્યાના મહાસા
ગર, જીવત જ્ઞાનકોશ. એવા અગાધ શક્તિશાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com