________________
૧૦૦ ] ગુજરાતની અસ્મિતાના અને આવિર્ભાવક
જે નરકનું સીધું દ્વાર છે તે રાજ્યને ત્યાગ કરીને હું સામાન્ય નાગરિક કેમ બની ન ગયે ? અરે! તે તે અવશ્ય ગુરુભક્તિને તમામ લાભ મને પ્રાપ્ત થઈ ગયો હત! પણ આજે મને ભાન આયું ! મારી બુદ્ધિ આજે ઠેકાણે આવી. હવે પશ્ચાતાપના આ આંસુ સારવા સિવાય મારા નસીબમાં બીજું શું રહ્યું છે?”
ઉપર્યુક્ત શબ્દોમાં રાજર્ષિ કુમારપાળની હેમચન્દ્રાચાર્ય પ્રત્યેની, આપણું હૈયાને પણ ગદગદિત કરી મૂકે તેવી, ભવ્ય ગુરુભક્તિના અમૂલાં દર્શન નથી થતાં શું ? અગ્નિસંસ્કાર સ્થળે “હેમખાડ”
સુરિસમ્રાટના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર પાટણ શહેરમાં જ્યાં કરાયો હતે, ત્યાં, તે સ્થળે તેઓશ્રીના નશ્વર દેહની પવિત્ર ભસ્મ લેવા માટે ભક્તોને એ જબરદસ્ત ધસારે થયો કે રાખ તે બધા લઈ ગયા પણ તે ધરતીની ધૂળને પણ પવિત્ર સમજીને લોકો લઈ ગયા. ત્યાં ઊંડે ખાડે પડી ગયા. આજે પણ એ સ્થળ પાટણમાં “હેમખાડ” તરીકે પ્રસિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com