________________
હેમચંદ્રાચાર્ય
અતિમ ક્ષમાપના : રાજાને આશ્વાસન
હેમચન્દ્રાચાર્યે છેલ્લા દિવસે માં અન્નજળના ત્યાગનું (અનશન) વ્રત અંગીકાર કર્યું હતું. મૃત્યુ સમયે પૂજ્ય આચાર્યશ્રીએ પોતાના મુખ્ય શિષ્યોને, શ્રીસંઘને અને રાજા કુમારપાળને પાસે બોલાવ્યા હતા. સહુની સાથે તેમણે ક્ષમાપના કરતા કહ્યું હતું क्षमयामि सर्वान् सत्वान्, सर्वे क्षाम्यन्तु ते मयि । मैत्र्यस्तु तेषु सर्वेषु, त्वदेकशरणस्य मे ।।
અર્થાત- “હું સર્વ જીવેને ખમાવું છું. સહુ જી મારા વિષે ક્ષમા કરે. આપના (પરમાત્માના) એક માત્ર શરણે રહેલા મારે, સર્વ જીવોને વિષે મૈત્રીભાવ રહે.”
ગુરુદેવની અંતિમ ક્ષણે જેમ જેમ નજદીક આવતી ગઈ, તેમ તેમ રાજા કુમારપાળનું હૃદય વિષાદમય બની ગયું. એમની આંખમાં આંસુ ઉમટેલા જોઈને હેમચન્દ્રાચાર્યે કહ્યું : “રાજન ! મૃત્યુને શેક શા માટે ? આપણે તે માનવજીવનનું સાર્થકય કરીને વિદાય લઈએ છીએ. અહીં શોક ન હય, આનંદ જ હેય. “મર નં યા સરું તલ્ય ગોવન'– જેનું મરણ મંગલરૂ૫ છે, તેનું જીવન ખરેખર સફળ છે... મહાત્માઓ તે આવા સફળ જીવનને અને સફળ મૃત્યુને માણનારા હેય. આ મૃત્યુ તે અમારા માટે મંગલ મહત્સવરૂ૫ છે, રાજન !”
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com