SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આ પુસ્તિકામાં સર્વજન ગ્રાહ્ય બને તે રીતે, સરળ અને સુચારુ શૈલી દ્વારા હેમચન્દ્રાચાર્યજીની જીવનકથાને, મહત્વના પ્રસંગે કે ઘટનાઓને સાંકળી લેવાપૂર્વક લખવાને પ્રયાસ કરાયો છે. સદ્દગુણ પુરુષ પ્રત્યેની અંતરંગ ભક્તિ એ જ જેનું સુફળ છે તેવા, આ આલેખનની પ્રેરણાનું શ્રેય છે ? મારા અનત ઉપકારી, પિતા-ગુરુદેવ પૂજનીય-વંદનીય, સાધુપ્રવર મુનિરાજ શ્રી જયચન્દ્રવિજયજી મહારાજને ! તેઓશ્રીની ખાસ પ્રેરણાથી જ હું આ જીવનથાને આલેખી શક્યો છું. વંદન તે ઉપકારમૂર્તિને ! | હેમચન્દ્રાચાર્યજીના તેજસ્વી બહિરંગ વ્યક્તિત્વ વિષે અને ઓજસ્વી અંતરંગ અસ્તિત્વ વિષે આછેરી ઝલક તે તેમની આ જીવનપરિચયની પુસ્તિકા દ્વારા જ પમાશે. તેથી તે અંગે અહીં વિશેષ કશું કથવું નથી. અહીં તે હું માત્ર કૃતજ્ઞતાનું જ પ્રગટીકરણ કરીશ. આ પુસ્તિકાના આલેખનમાં મુખ્યત્વે મેં આટલા ગ્રન્થ આધારરૂપે નજર સમક્ષ રાખ્યા હતા. (૧) પૂ. પંન્યાસપ્રવર ગુરુદેવ શ્રી ચન્દ્ર ખરવિજયજી મહારાજ-લિખિત અષ્ટાક્ષિકાપ્રત. (૨) ધૂમકેતુ લિખિત – “હેમચન્દ્રાચાર્ય (૩) છે. રમણલાલ ચી. શાહ લિખિત-કવિકાલ–સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય અને (૪).પરમ માસિકને “હેમચન્દ્રાચાર્ય-વિશેષાંક : (નવે. ક્ષિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com
SR No.034843
Book TitleGujaratni Asmitana Anokha Aavirbhavak Hemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhananjay J Jain
PublisherJaypadma Prakashan
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy