________________
| શ્રી લેવા –પાપનાશાય નમઃ શ્રી હેમચન્દ્રાચાર્યની જીવનકથા ! ગાતાં હરીએ નિજ–ભવવ્યથા !!
લેખકીય] કવિશિરોમણિ શ્રી હેમચન્દ્રાચાર્યે “કવિ અને પ્રતિભા ના લક્ષણે “કાવ્યાનુશાસન” નામના સ્વરચિત ગ્રન્થમાં નીચેના લેકે દ્વારા ઓળખાવ્યા છે.
"प्रज्ञा नवनवोल्लेख-शालिनी प्रतिभा मता । तदनुप्राणनाजीवद्-वर्णनानिपुणः कविः ॥"
અર્થાત્ “નવા નવા ઉન્મેષ (ક૯૫નાઓ)થી શાલિની (શેભતી-ઝળહળતી) પ્રજ્ઞાનું જ નામ છે પ્રતિભા”; અને એવી પ્રતિભાથી અનુપ્રાણિત વર્ણનમાં જે નિપુણ હેય; તે છે “કવિ'.”
આવી પ્રતિભાના નિત્ય-નવાં રમણીય ગુલાબ જેમના બુદ્ધિ–સરોવરમાં સદા ખીલેલાં રહેતાં અને જેમની માત્ર કાવ્ય પ્રતિભા જ નહિ, જ્ઞાન-વિજ્ઞાનના સર્વ ક્ષેત્રે વિષેની પ્રતિભા રમ્ય અને ભવ્ય હતી તેવા, “કલિકાલસર્વજ્ઞ શબ્દથી સર્વોત્તમ સન્માનને વરેલા સૂરિદેવશ્રી હેમચન્દ્રાચાર્ય વિષે, તેમની હમણું જ પૂર્ણ થયેલી નવસેમી જન્મ જયંતિના વર્ષમાં કેટલાંક વિદ્વાન અને વિચક્ષણ લેખકેએ સુન્દર લખ્યું છે. અને છતાં હેમચન્દ્રાચાર્યના અલૌકિક અને સર્વજન-આદરણય જીવન અને કવન વિશે હજી પણ ઘણું બધુ લખી કે કહી શકાય તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com