________________
૮૮ ] ગુજરાતની અસ્મિતાના અનેાખા આવિર્ભાવક
પ્રતિ, ચન્દ્રગુપ્ત વગેરે રાજાઓના ઇતિહાસ પણ સુઉંદર પદ્યરચનામાં સાંકળી લેવામાં આવ્યા છે. આ ગ્રન્થમાં અનુષ્ટુપ છંદમાં કુલ ૩૪૫૦ શ્ર્લેાકેા રચાયાં છે. ચેાગશાસ્ત્રની રચના
‘ચેગશાસ્ર’ એ ખાસ રાજા કુમારપાળની વિનં તીથી અને તેના ઉપર સવિશેષ ઉપકાર કરવા માટે હેમચન્દ્રાચાર્યે લખેલેા ગ્રન્થ છે. માર પ્રકાશમાં અને કુલ એક હજારથી વધુ લેાકેામાં નિબદ્ધ આ અપૂર્વ ગ્રન્થરનમાં–મહાવ્રતા, અણુવ્રતા, માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ્ણા, સમ્યક્ત્વના લક્ષણેા, દ, જ્ઞાન અને ચારિત્ર, સૌંસારનુ' સ્વરૂપ, કાયા, ઇન્દ્રિયસયમ, બારે ભાવનાએ, ચૈત્રી આદિ ચાર ભાવનાઓ, પરકાયપ્રવેશાદિ સિદ્ધિ, પ્રાણાયામ, ધ્યાન, ધારણા વગેરે વિષયાની વિશદ વિચારણા કરવામાં આવી છે.
વામરાશિ નામના એક બ્રાહ્મણુ પ ́ડિત, હેમચન્દ્રસૂરિજી પ્રત્યેની ઇર્ષ્યાના કારણે તેમની ખૂબ નિંદા કરતા હતા. પર`તુ જયારે તેણે કેટલાક તપસ્વીઓના મુખેથી ચેાગશાસ્ત્ર' ના શ્લેાકેાના પાઠ સાંભળ્યા, ત્યારે તે એટલા પ્રભાવિત થઈ ગયા કે તે આલી ઉઠયા : જે જટાધારી યાગીઓના કઠમાંથી હેમચન્દ્રાચાય માટે ઝેર નીકળતું, તેમના કઠમાંથી હવે ચેાગશાસ્ત્ર રૂપી અમૃત બહાર આવી રહ્યુ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com