________________
હેમચંદ્રાચાર્ય
[ ૮૭
ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર' એ હેમચન્દ્રાચાર્યને છત્રીસ હજાર શ્લોકમાં આલેખાયેલો અદ્વિતીય ગ્રન્થ છે. જે મહાન પુરુષે અવશ્ય મેક્ષ પામી જવાના છે એવા મહાપુરુષોને “શલાકાપુરુષ” કહેવાય છે. ઋષભદેવથી મહાવીરસ્વામી સુધીના ચાવીશ તીર્થકરે, ભરત, સગર વગેરે બાર ચકવર્તીએ, રામ, બલરામ વગેરે નવ બળદ, લક્ષ્મણ, કૃષ્ણ વગેરે નવ વાસુદે, રાવણ, જરાસંઘ વગેરે નવ પ્રતિવાસુદેવ-આમ કુલ ત્રેસઠ શલાકા પુરુષના ચરિત્રો, રાજા કુમારપાળની વિનંતીથી લખાયેલા આ મહાન ગ્રન્થમાં, વર્ણવાયાં છે.
શ્રી મોતીચંદ ગિરધર કાપડિયાએ [“હેમચદ્રાચાર્યની કૃતિઓ –“પ્રસ્થાન વૈશાખ-
૧૫. પૃ. ૫૪] લખ્યું છે કે, “આ મહાગ્રન્થ જે સાત વાંચવામાં આવે તો સંસ્કૃત ભાષાના આખા કેશને અભ્યાસ થઈ જાય તેવી એની રચયિતાએ ગોઠવણ કરી છે.”—અને આજે પણ અભ્યાસી જૈનમુનિઓ આ ગ્રન્થનું સંપૂર્ણ પણે અધ્યયન-મનન કરે છે.
“પરિશિષ્ટ પવ' એ હેમચન્દ્રાચાર્યને અંતિમ ગ્રન્થ ગણાય છે. આ ગ્રન્થમાં ભગવાન મહાવીરદેવના નિર્વાણ પછીના, તેમની પટ્ટપરંપરામાં થયેલા સુધર્માસ્વામી, જબૂસ્વામી, ભદ્રબાહસ્વામી, આર્યરક્ષિતસૂરિ, વાસ્વામી ઈત્યાદિ મહાન પુરુષોનાં
જીવનચરિત્ર છે. ઉપરાંત આ ગ્રન્થમાં શ્રેણિક, સંShree Sudharmaswami Gyanbhandar-Umara, 18urnatumaragyanbhandar.com