________________
૮૬ ] ગુજરાતની અસ્મિતાના અનેખા આવિર્ભાવક
હેમચન્દ્રસૂરિજીએ રચ્યો છે. તેના ઉપર “અલંકારચૂડામણિ નામની નાની અને “વિવેક' નામની મોટી ટીકા તેમણે રચી છે.
છનુશાસન' કુલ ૭૬૪ સૂત્રોમાં રચાયેલ ગ્રન્થ છે. ચારથી વધુ છે અને તેના પ્રયોગો સમજાવનાર આ ગ્રન્થ અસાધારણુ શાસ્ત્રગ્રન્થ છે.
પ્રમાણમીમાંસા” એ છે પ્રમાણુશાસ્ત્ર વિષે ગ્રન્થ ! જેનસૂત્ર-સિદ્ધાંત અને જેનન્યાયશાસ્ત્રને લક્ષમાં રાખીને લખાયેલે આ ગ્રન્થ જેનન્યાયના અભ્યાસીઓ માટે આશીર્વાદરૂપ છે.
“વ્યાશ્રય-મહાકાવ્ય” આ મહાકાવ્યમાં આચાર્યશ્રીએ “સિદ્ધહેમ' વ્યાકરણના ઉદાહરણ આપવા માટે સેલંકી વંશની કથાવસ્તુનું નિરૂપણ કર્યું છે. આ મહાકાવ્ય સંસ્કૃત અને પ્રાકૃત બને ભાષામાં છે.
મૂળરાજ સેલકથી સિદ્ધરાજ અને કુમારપાળના સમય સુધીનો સેલંકી–ઈતિહાસ એક બાજ ચાલે છે. તે બીજી બાજુ “સિદ્ધહેમ' વ્યાકરણમાં - ટાંકેલા ઉદાહરણોની હારમાળા ચાલે છે. આમ બે બે બાબતે સાથે સાથે ચાલવાથી તેનું નામ “દુવ્યાશ્રય (બે આશ્રયવાળું) મહાકાવ્ય પ્રસિદ્ધ થયું છે. ગુજરાતની અસ્મિતાને અને સંસ્કારિતાને આહલાદક પરિચય આપનારું આ ખરેખર તેજની મહાકાવ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, wrnatumaragyanbhandar.com