________________ આપી હતી. ઈ.સ. ૧૮૫૭ના બળવા વખતે પોતે સારે બંદેબસ્ત રાખ્યો હતો. સબબ રાવરાણા બુંદીએ એમને તાજમી, હાથી, કટારી વગેરેનું માન આપ્યું હતું. સંવત 1919 માં આગ્રામાં દરબાર ભરાવે તેમાં એમને જી. સી. એસ. આઈ નો ઈલ્કાબ એનાયત થયો હતો. એમની કવિતા. સરસ પ્રશંસનીય થતી હતી. એમણે ઉષાહરણ, દુર્ગાચરિત્ર, ભાગવતભાષા, રામાયણ, ગંગાશતક, અવતારપણું અને સંહિતાભાષ્યવગેરે લખ્યાં છે. (ત્રહ્માનંદ સ્વામી) સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્માનંદ સ્વામીએ વ્રજભાષામાં કેટલાક ગ્રંથ રચ્યા છે. એમના પૂર્વાશ્રમની હકીકત લખવાને અમારે ઉદ્દેશ નથી. એમણે ગુજરાતીમાં અને વ્રજભાષામાં પદ, ગરબી વગેરે ઘણું પ્રકારની કવિતા કરી છે. જુદા જુદા પ્રકારની એમની કવિતાની સમગ્ર ગણત્રી આઠ હજારની થાય છે. એમની કેટલીક કવિતા ઘણી જ ભાવભરેલી હાઈ રસમય, મીઠી, ચિત્તવેધક અને મનોહર છે. એમનો રચેલે “રેનકી છંદ” ઘણો વખણાય છે. એમના હિંદી–ગ્રંથમાં સંકાર કરી “સુમતિક અને “કવિરાજ) મુખ્ય છે. એમની હિંદી કવિતા પણ મધુર અને ચાતુર્યભરી છે. એમણે રચેલા ઝુલણની ભાષા વિકૃત વ્રજ જેવી ચારણ ભાષાના ભેળવાળી છે. આમાં કેટલાંક રૂપે અને શબ્દ છેક ઉતરતા પ્રકારની ઉર્દૂ જેવા ય છે. એમની કવિતા મોટે ભાગે સારૂં હિંદી વાચન પુરું પાડે છે. બેશક ત્યાગી અને સાધુ હેવાથી સઘળુ નીતિ અને સાંપ્રદાયિક મન્તવ્યથી ભરપૂર છે. अंतर ब्रह्म विचार अखंडित, काम कुबुद्धि अहं मद टारे। सुंदरता उरमें समता ममता, मद मच्छर मान निबारे / शील संतोष निरंतर शोभित, अंतरतें जग मूर उखारे / इष्ट सदा ब्रह्मानंद कहे, सहजानंद सो गुरुदेव हमारे / Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com