________________ (મનોદ વામી 2844) - કવિ મનહર સ્વામી જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ હતા. એ ફારસીને સારે અભ્યાસી હતું. એની જીવન-કથા વિચિત્ર છે. એણે આખરે સન્યસ્ત લીધું હતું અને ભાવનગરના સુપ્રસિદ્ધ દિવાન ગગા ઓઝાને ગુરૂ થયે હતા. એણે સંસ્કૃત, ગુજરાતી અને હિંદુસ્તાનમાં ઘણી સ્કુટ કવિતા કરી છે. એનાં પદ બહુ રસિક અને સચોટ છે. (દુરુપત 1847) અમદાવાદના વિસલનગરા નાગર બ્રાહ્મણ દલપતરામે હિંદીમાં ગ્રંથ લખેલા છે. સંસ્કૃત કુવલયાનંદનું એણે હિંદી કવિતામાં ભાષાંતર કરી એનું નામ “દલપત-વિલાસ” રાખ્યું હતું. એણે ગુજરાતી કવિતા પણ કરી છે. કાંકરીઆ તળાવના વર્ણનના ગરબા ઉપરથી આ કવિ સંવત 1847 માં હયાત હતા, એમ જણાય છે. એ દેવી ભક્ત હતા. રાયડ પાસેના સાંદરણ ગામના ભટ-મેવાડા લાલજીની દીકરી ખુમાનબાઈએ પણ હિંદીમાં ઘણું પદ કર્યા છે. પિતાનું નામ ખુમાનબાઈ ન રાખતાં કવિતામાં ખુમાનદાસ એવું કહ્યું છે. એ બાર વર્ષનાં હતાં ત્યારથી કોઈને ઉપદેશ લાગવાથી એમણે કુંવારાં રહેવાનું પણ લીધું હતું. સોળ વર્ષની ઉંમરે એમનાં મા-બાપ વગેરેએ પરણવવાને ઘણો આગ્રહ કર્યો હતો એમ કહેવાય છે. ખુમાનબાઈની કવિતા કોમળ અને રસિલી છે. (શ્રી કાઢ) શ્રી લાલ ગુજરાતી એમણે સંવત 185 ના અરસામાં હિંદી કવિતા લખી છે. એ બાંડેરના રહીશ હતા. | (શીવનચકિનાર) બુંદીના રહીશ હતા. પોતે સંસ્કૃત, ફારસી અને વ્રજભાષાના સારા જ્ઞાતા હતા. એમને બુંદીના રાવરાજાએ સંવત 1898 માં પ્રધાનની પદવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com