________________ પણ ભર્યો છે. આ ગ્રંથ આ પ્રમાણે જ્ઞાનમંજુષા (Encyclopedia) જેવો બન્યો છે. “સાગર” અને “પ્રવીણુ” મુખ્ય નાયકનાયિકાની પ્રેમ કથાની જેડ-જોડે ઉપનાયિકા “કુસુમાવલી” અને ઉપનાયક “ભારતીનંદ”ની પ્રેમ કથા વર્ણવી છે. લેકમાં પ્રચલિત આખ્યાયિકા પ્રમાણે આ ગ્રંથનું વસ્તુ જુદુ જ છે. સાગર અને પ્રવીણ એ નામે કાલ્પનિક ન હોઈ રાજકોટના રાજકુમાર મહેરામણસિંહ અને લીમડીનાં રાજકુમારી સુજાણબા ગણાય છે. ઉપનાયકનાયિકા તે રાજકુમારને મિત્ર કવિ દેવીદાનજી અને રાજકુમારીની સખી ફૂલબાઈ તે કુસુમાવલી. તે ઉપનાયક–દેવીદાનજી મહેરામણજીનો મિત્ર અને “પ્રવીણસાગર” બનાવનાર મિત્રમંડળમાંને એક હતું. કુસુમાવલી-ફૂલબાઈ તે લીંબડીના રાજપુરોહિતની પુત્રી અને સુજાણબાની સખી હતી. | મહેરામણજીનું મેસાળ લીંબડી હતું. કેઈ રાજકીય બનાવને અંગે એમને વર્ષો સુધી પિતાના મોસાળમાં રહેવું થયું હતું. તે વખતે આ નેહનું બીજ રોપાયું હતું. | મહેરામણસિંહજી અને સુજાણબાનાં લગ્ન થવામાં ધમ, નીતિ કે વ્યવહાર, કશાને યે બાધ નહોતો, છતાંય એમનાં લગ્ન કેમ નહિ થયાં હોય? સુજાણબાનું વાઝાન ભુજના રાજકુમાર સાથે થઈ ચુક્યું હતું અને રાજકુળમાં એવાં વચન તોડાતાં નહિ; અને તેડાય તો વિગ્રહ જરૂર થાય. આવી વસ્તુસ્થિતિમાં અનુરક્ત થયેલાં રાજકુમારીએ લગ્ન જ માંડી વાળ્યું અને આમરણાંત કુંવારાં જ રહ્યાં. આ લૌકિક આખ્યાયિકા જુઠી છે એમ લીંબડીવાસીઓ કહે છે. સુજાણબા જેવી વિદૂષી, ચતુરસુજાણ, ટેકી અને વિશુદ્ધ ચારિત્ર્યવાળી સતી કુંવરી વડે કુળની ગૌરવતા નષ્ટ થતી નથી; વસ્તુતઃ ઉજવલ અને પ્રભામયી થાય છે. સતી જેણે પિતાના પવિત્ર પ્રેમને કલુષિત ન થવા દેતાં અને હૃદય વગર લગ્નનો ખોટે ઢગ ન કરતાં પોતાનું સમસ્ત જીવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com