SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્સર્ગ કરી નાખ્યું એ કુળકંલક કહેવાય જ કેમ ? હશે ગમે તેમ છે, આપણે તે કાવ્યશાસ્ત્રને અનુસરી આ ગ્રંથની ખૂબીઓ વગેરે તપાસીએ. પ્રવીણસાગરની કવિતાની અપૂર્વતા, માધુર્ય અને કલાચાતુર્ય તેમજ તે રસિક અને આનંદપ્રદ હોઈ એની લોકપ્રિયતા વાજબી છે. ઠેકાણે ઠેકાણે રચનારાઓની ભાષા, કાવ્ય તેમ જ સામાન્ય જ્ઞાન–બહુશ્રુતપણું–દેખાઈ આવે છે. કવિતામાંથી ઝડઝમક અને અલંકારથી ભરપૂર યથાયોગ્ય શબ્દોના વપરાશ વડે રસ ટપકે છે. આમ બધી રીતે અદ્વિતીય અને મનહર વાચન પુરું પાડે છે. એતદર્થ આ ગ્રંથનો લેક-પ્રિયતા છે. એમ છતાં પણ એ ગ્રંથની ભાષા સબંધે કહેવું જોઈએ કે એની ભાષા તે શુદ્ધ વ્રજભાષા નથી. એમાં ગુજરાતી, કચ્છી વગેરે ઘણું શબ્દો આવી ગયા છે. આ ગ્રંથ વજ અને કાશીમાં તપાસવા સારૂ મેક હતા. વ્રજવાસી ગોસ્વામી મહારાજેએ એને તપાસીને અભિપ્રાય આપે કે-“ગ્રંથની સંકલના અને કાવ્યરચના અદ્વિતીય તથા અતિરસિક છે, તેમ છતાંય એ ગ્રંથને વ્રજભાષાનું નામ આપી શકાય એમ નથી. કેમકે એમાં કચ્છી અને ગુજરાતી ભાષાના ઘણાખરા શબ્દોને છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેને અર્થ કોઈ સંસ્કૃત કિવા વ્રજભાષાના કેષના આધારે પણ વ્રજભાષા જાણનાર વિદ્વાનથી કરી શકાય તેમ નથી; એ ગ્રંથ વ્રજભાષાને છે એમ અમારાથી પ્રમાણપત્ર આપી શકાય નહીં! તેમ જ કાશીથી એ નિર્ણય આવ્યો કે-“આ તે મનુષ્ય પ્રેમની રચના છે એ માટે આદરણીય નથી!” આમ ઉત્તરાપથમાં આ ગ્રંથની પ્રતિષ્ઠા બંધાઈ નથી. બધે ત્યાં કેઈને એ ગ્રંથના અસ્તિત્વની ખબર જ નથી. તાત્પર્ય કે આવો ઉત્તમ રસિક ગ્રંથ સંકરવ્રજભાષામાં છે. અમને અખાની “ભાષાને વળગે શું ભૂર” એ લીટી સાંભરી આવે છે. કચ્છના રાજકવિ અને મહારાવશ્રી દેશલજીના પહેલા વિદ્યાગુરૂ કેશવજી વાઘજી રાજગુરૂને મહારાવશ્રીની બાળવયમાં કચ્છમાંથી દેશવટો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મહારાજે શરીમાં તપાસ પણ છે અને કાવ્યરચના પાસીને અભિપ્રાયો હતો. નવ
SR No.034838
Book TitleGujaratioe Hindi Sahityama Aapel Falo
Original Sutra AuthorN/A
AuthorDahyabhai Pitambardas Derasari
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1937
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy