SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (વિવર રામસિંહજી) સંવત 1838 ના શ્રાવણ સુદી પંચમી અને મંગળવારે રાજકોટના જાડેજા રાજકુમાર મહેરામણસિંહજી અને એમના ડાયરાના છ મિત્રએ વસાર” નામને ઉત્તમ ગ્રંથ બનાવ્યા છે. “મહેરામણું" શબ્દને અર્થ સમુદ્ર-સાગર છે. તે ઉપરથી એ ગ્રંથનું નામ સાગર અને ગ્રંથના પ્રકરણને “લહેરે” નામ આપ્યું છે. એની બધી મળીને 84 લહેરો જાણ્યામાં છે. કચ્છ, કાઠિયાવાડ વગેરેના રાજા, જાગીરદારે અને ઠાકોરો વગેરેને ત્યાં આ લોકપ્રિય કાવ્યની હસ્તલિખિત પ્રતે મેજૂદ છે. પણ કેઈપણ જગાએ એ ગ્રંથ સંપૂર્ણ મળતું નથી. ઘણી ખરી પ્રતિમાં 60 લહેરે જ ઉતારેલી છે. રાજકોટના ભાયાત જાડેજા શ્રી પ્રતાપસિંહજી ગવરીદડના સ્વર્ગસ્થ ઠાકારશ્રીને ત્યાંની પ્રતમાં બીજી બાર લહેરે હતી. એટલે કુલ 72 લહેરે હાથ આવી. 73 થી 84 સુધીની લહેરે આ ગ્રંથ પ્રસિદ્ધ કરનારાઓએ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ પાસે પારિતોષિક આપી લખાવી છે. આમ આ ગ્રંથ સંપૂર્ણ કરાય છે. . કવીશ્વરે બીજી જૂની સાંભળેલી, તેમજ ભાટ વગેરેના ચોપડાએમાંથી મળી આવેલી કવિતા વીણું લઈને તેમજ પોતે નવી બનાવીને આ ગ્રંથ સમાપ્ત કર્યો છે. એની 84 યે લહેરે ઘણે શ્રમ ઉઠાવીને સ્વભાઈશ્રી ઈછારામે પ્રસિદ્ધ કરવા સંધરેલી તે તેમના સુપુત્ર પ્રસિદ્ધ કરી છે. આપણી તરફ એટલે ગુજરાત અને કાઠિયાવાડમાં તે આ ગ્રંથ બહુ લોકપ્રિય થઈ પડ્યું હતું. ઘણુએ એના સવૈયા અને કવિતા મુખપાઠે કરતા અને પ્રસંગે દરબારેમાં, ડાયરાઓમાં અને મહેફિલેમાં બેલાતાં. ગ્રંથનું વસ્તુ આ પ્રકારે છે. એ ગ્રંથમાં સાગર નામના રાજકુમારના “પ્રવીણ” નામે રાજકુંવરી સાથેના પ્રેમ પ્રગનું વર્ણન છટાદાર રીતે કર્યું છે. ભેગાભેગું જુના વખતમાં પ્રથા હતી તેમાં વિવિધ જ્ઞાનનો ભંડાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034838
Book TitleGujaratioe Hindi Sahityama Aapel Falo
Original Sutra AuthorN/A
AuthorDahyabhai Pitambardas Derasari
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1937
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy