________________
૧૨
કહેવત સંગ્રહ
વાંદરે સે વર્ષને થાય પણ ઠેક ભૂલે નહીં.
ઝડર જાય ભુવે, ટેવ જાય મુએ. દેહરે–દુર્જન તે દુર્જન હોય, સજન કેમે ન હુવંત;
ગોળે રાંધે લીંબડે, કડવો નહીં મીટત. ૨૫ સોરઠા-અવનિ રોગ અનેક જેનાં કીધાં છે જાતન;
ઈશુ તબિયતનું એક ઓસડ કર્યું ન રાજવી. ૨૬ સઓ–પાવક જળબુંદ નિવારન સૂરજ તાપકે છત્ર કી હે,
વ્યાધિમું વૈદ્ય તુરગ; ચાબુક, ચેપગકુ બખદંડ દી હે; હસ્તી મહામદકુ અંકુશ હે, ભૂત પિશાચ મંત્ર કીય હે,
ઓખદ હે સબકે સુખકારક, સ્વભાવકે ઓખદ નાહીં કીયો હે. ૨૭ ચોપાયા બાર કાસી ભાષા બદલે, તરૂવર બદલે શાખા;
જાતે દહાડે કેશ બદલે, પણ લખણ ન બદલે લાખા. ૨૮ કડવી વેલકી કડવી તુંબડીઆ, અડસઠ તીર્થ ફીરકે આઈ
ગંગા નાહી, ગોમતી નાહી, તોબી ન મીટી કડવાઈ ૨૯ Habit is second nature. Crooked by nature, will never be straight by education. What is bred in the bone, will not come out in flesh. A rope even after it is burnt to ashes it keeps its coils, ૧૫. ન બોલ્યામાં નવ ગુણ. (ચુપકી રાખવા વિષે) ૧૩
નહીં બોલ્યામાં નવ ગુણ. સબસે ભલી ચૂપ. मौनेन सर्वार्थसाधनम.
બોલે તે બે ખાય, અબોલે ત્રણ ખાય. ૧ ઠેક એટલે કુદકો મારવાની કળા. ૨ ઝડ=ભૂત, પ્રેતને વળગાડ. ૩ ભડાક્લાં વગાડી ધુણવે તે. ૪ જતન=રક્ષણ ઉપાય. ૫ પાવક અગ્નિ. ૬ નિવારત–ઉપાય. ૭ બખદંડ= ઝાડને સેટે.
૮ “બેલે તે બે ખાય.” બે બ્રાહ્મણ હતા તેમણે રસેઈ કરી, તેમાં પાંચ લાડવા બનાવ્યા તે ખાવામાં બન્ને જણે ઠરાવ કર્યો કે જે “બેલે તે બે ખાય” ને “મુંગે રહે તે ત્રણ લાડુ ખાય” બન્ને જણ સુઈ રહ્યા. જેને ત્રણ લાડુ ખાવાને વિચાર હતું તે મજબુત મન કરી પડી રહ્યો, ત્યારે બીજે ઉતાવળે હતો તે, “આ તો બોલશે નહીં ને રસેઈ બગડશે ને ભુખે મરીશું એમ ધારી બોલી ઉઠ્યો કે, “ઠીક ત્રણ તારા ને બે મારા.” એમ બેલનારને બે લાડવા ખાવા પડ્યા તે ઉપરથી કહેવત થઈ કે “બેલે તે બે ખાય.” ઉતાવળો થઇને બેલે તેને નુકસાન લાગે એ આ કહેવતને ભાવાર્થ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com