________________
કહેવત સંગ્રહ
૧૧
૧૩. બેલીને અબોલ્યા નહીં કરનાર. ૧૩
બોલ્યા અબોલ્યા થાય નહીં. જબાન હોય તે જન્મ હાય. બોલ્યા અબોલ્યા કરે, તેનું દૂધ ઠીકરે. મરદને બેલ પ્રાણ જતાં ફરે નહીં. જે બોલને સાચે તેને જ તોલ.! હાથીના દંતુશળ નીકળ્યા તે નીકળ્યા, પાછા પેસે નહીં. સાકરના હીરા ગળ્યા તે ગળ્યા. ચુંક્યું ગળાય નહીં. શું કર્યું ચટાય નહીં. જે મોડે પાન ચાવ્યાં તે મોડે લાળા ચવાય નહીં. મરદનું વચન એક, જે બેલ્યા તે ધ્રુવના અક્ષર. દેહરે–દળ ફરે, વાદળ ફરે, ફરે નદીનાં પૂર;
ઉત્તમ બોલ્યા ના ફરે, પશ્ચિમ ઉગે સૂર. ૨૪ An honest man's word is as good as his bond. A man of honour has but one word. Keep your promise.
A word once spoken cannot be recalled. ૧૪. પ્રાણ ને પ્રકૃતિ સાથે જવાનાં. ૨૧
(પડી ટેવ ટળે નહીં તે વિષે) પ્રાણ ને પ્રકૃતિ સાથે જવાનાં. દેરડી બળે, પણ વળ ન મૂકે. કુતરાની પૂંછડી ભોયમાં દાટે, પણ વાંકી ને વાંકી, સીધી થાય નહીં. આદત આઈ હે જાનકે સાથ, જાએગી જનાજેકે સાથ. જાકા પડ્યા સ્વભાવ જાયગા જીવસે. સ્વભાવનું ઓસડ નહીં. અખણ ગયા, દખણ ગયા, પણ લખણું ન ગયાં. ટાઢ જાય રૂએ, ને ટેવ જાય મુ. છતાની ખેડ મુએ જાય. સાપ કાંચળી બદલે, પણ ઝેર મુકે નહીં. બ્રાહ્મણ હાથી ઉપર બેઠે, પણ મૂળા સારૂ હાથ ધર્યો." લીંબ ને મીઠા હોય, સી ગુડ ઘીયએ. દાદર જાય ચુવે, ને ટેવ જાય મુએ.
૧ વજન. ૨ ધ્રુવ તારે અવિચળ રહે છે તેવા અક્ષર. ૭ દળજ. ૪ લખણ =ટેવ ૫ બ્રાહ્મણને સ્વભાવ ભિક્ષા સારૂ હાથ ધરવાને છે. ૬ દાદર ચામડીનું દરદ છે, તે ચુ, કાચલી વગેરેને અર્ક લગાડ્યાથી દૂર થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com