________________
કહેવત સંગ્રહ ભાવાર્થએક જે પરમેશ્વર તેને મુકી બીજાને ભજે તેવા લબાડની જીભ કપાજે; વળી કળિકાળના ગુણવાન લોકે દુનિયાને ભજે છે (સેવે છે ને આશા રાખે છે, તે પિતાને માથે પાપનાં અગર આટાટાનાં પોટલાં બાંધે છે;
એક શ્રીપતિ ગોવિંદનું રટણ કરે અને મોટા જમ્બર પુરૂષની પણ ધાસ્તી રાખે નહીં તેવાં માણસો ખરું, તેવામાં જેને હરિ ભગવાન ઉપર પ્રતીતિ એટલે વિશ્વાસ ન હોય તે બધા મળી અકમ્બરની આશ કરે, સર્વને આપનાર એક ઈશ્વર છે. આ કવિત કહેનાર ઉપર શાહનશાહે વધારે ખુશી થઈને સારું ઈનામ આપ્યું હતું.
દેહ તુલસી કહે અજ્ઞાનીકું, રહત નહીં મન ધીર;
પીછે બાલક નીપજે, આગે ઉપજત ખીર. ૮૮૬ શાહનશાહ જલાલુદ્દીન અકબરનો વજીર ખાનખાનાન હતો તે ધર્માદા મકાનો બનાવવામાં તથા ધર્માદાનાં મકાન જેવાં કે મચ્છદ, ધર્મશાળા, સરાઈઓ બાંધવા બંધાવવામાં ઉદાર અને દુલ્લા હાથે સંકોચ રાખ્યા વગર પૈસા આપતું હતું છતાં તે ઉદારતાની ગરૂરીની અસર મન પર લાવતાં પૈસા આપીને નીચું જોઈ રહેતે કે બેસતો હતો તે વાત શાહનશાહના કવિ ગંગે જોઈ ત્યારે કવિ ગંગે ખાનખાનાનને આ દુહો સંભળાવ્યો હતો.
- દાહ
સીખે કહાં નવાબ ન્યું, એસી દેની દેન;
ન્યું એવું કર ઊંચો કરો, ત્યાં ત્યાં નીચે નેન. ૮૮૭ ભાવાર્થ-હે નવાબ સાહેબ, આવી રીતે દેવાની રીત દેતાં ક્યાંથી શીખ્યા? અને જેમ જેમ તમે હાથ ઉપર કરીને આપતા જાઓ છે તેમ તેમ નજર નીચી (હઠી) કરતા જાઓ છો તે શું કારણ છે ?
ત્યારે ખાનખાનાન ઉત્તર આપે છે.
દેવાલા ઓર હય, ભેજત હય દિનરેન;
લેક ભરમ હમપે ધરે, તાતે નીચે નેન. ૮૮૮ ભાવાર્થ દેવાવાળ બીજે છે તે રાતદિવસ દ્રવ્ય મોકલ્યાજ કરે છે પણ લોકોને ભરમ મારા ઉપર છે કે હું આવું છું તેથી હું નેણું નીચાં ઢાળું છું.
(ખરા ઉદાર પુરૂષનું સ્વરૂપ કેવું હોય છે તેને માટે આ દોહરા છે) તે સંબંધમાં તુલસીદાસ કવિ કહે છે.
૧ ખીર=દુધ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com