________________
કહેવતસંગ્રહ
४२७
ઝાલર બજે ભક્તજન, બબ બજે રાજપૂત;
એતા ઉપર ના જગે, તે આઠ ગાંઠ કપૂત. ૪૫૭ (ભાવાર્થ) ઝાલર એટલે આરતી વાગે ત્યારે હરિને ભક્તજન દર્શન કરવાને તલપાપડ ન થાય અને બંબ એટલે બુમઈઓ ઢેલ અથવા રણતુર વાગે ત્યારે રાજપૂત તલપાપડ થાય નહીં તે તેને આઠે અંગથી કપુત જાણો.
મરદાં હારી મૂછડી, દેદો બાલ ઘના;
ગંડક જેસે પુંછડો, રાખે લેક ધના. ૪૫૮ (ભાવાર્થ) મરદની મુછના તો બખે વાળ ઘણું. ગધેડાના પુંછડાં જેવા મુછના ભારાને ભારા ઘણાએ રાખે છે, તેમાં માલ શે ? કાંઈ નહીં.
અમલ ખાટણ જગપંથ, શરા ફંદા કામ;
કાયર ખડગ ન વાવરે, કાયર દે નહીં દાન. ૪૫૯ (ભાવાર્થ) અમલ એટલે રાજ્યાધિકાર ખાટ (મેળવ) અને યોગી પુરૂષના યોગ પંથે ચડવું એ કામ શરીરનાં છે. કાયર કદી ખાંડું વાવરે નહીં. ખદડા ખાંડે વઢે નહીં, ને કાયર એટલે નમાલા કદિ દાન આપે નહીં. શર ચડાવવા સારૂ એ પિતાના પતિને કહે છે.
કંથા રણર્મ પઠકે, કાંઈ જાએ છે સાથ;
સાથી થારા તીન હય, હૈયું, કટારી, હાથ. ૪૬૦ (ભાવાર્થ) રણમાં પેસીને હે કંથ, કોની સોબતની વાટ જુઓ છો? હવે સંગ્રામભૂમિમાં તમારા સાથી ત્રણ છેઃ હિમત, કટારી ને બાહુબળ.
ભાગે મત તું કંથડા, તું ભાગ્યે મુજ ખોડ;
મોરી સંગરી સહેલી, તાલી દે મુખ મોડ. ૪૬૧ (ભાવાર્થ) હે કંથ, તમે રણભૂમિમાંથી નાસશે મા, તમે નાઠે મને કલંક છે, કારણ કે મારી સખી, સાહેલીઓ મોઢાં મરડીને તાળી દઈ હસશે.
- ઉઠી કંથ હથિયાર લે, મેં લઉં શક્કર તુપ;
પ્રાહુણરા તે મુજ બળ, રણમાં બળ તે તુજ. ૪૬૨ (ભાવાર્થ) હે કંથ, ઉઠીને હથિયાર , હું સાકર ને ઘી લઉં છું, મિજબાનની સેવામાં મારું બળ કામ આવે, પણ રણભૂમિમાં તે તારે જ બળ જોઈએ.
1 તપધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com