________________
કહેવત સંગ્રહ
૨૧
૪૦૩
૪૦૪
૪૦૫
४०१
૪૦૭
૪૦૮
૪૦૯
કામ બેસી ના કરે, જેનાં રાજપુતી હાડ છે; એ તે મારે કાં મરે, સાચું સોરઠીઓ ભણે. તરકડાથી તંત, કઈ દી કરીએ નહીં; આણી દેશે અંત, સાચું સોરઠીઓ ભણે. હેરૂ વાટે બે મલે, ઓળખે તોય બેલીશ માં; મુકશે છરી ગળે, સાચું સોરઠીઓ ભણે. કરજે શરાનાં કામ, રોતલ સંગ રમીશ માં; રહેશે અમર નામ, સાચું સોરઠીઓ ભણે. ભરજે ભડથી બાથ, રાંકને રંજાડીશ માં; રજી જગને નાથ, સાચું સોરઠીઓ ભણે. નિત નિત નાહાવા જાય, પણ મન ચોખું મળે નહીં;
એ ચોખો ન કહેવાય, સાચું સોરઠીઓ ભણે. વાહા થાવા વાત, જેને ત્યાં ત્યાં કરે; એ ખરે કમજાત, સાચું સોરઠીઓ ભણે. કહે નીર જ્યાં સો હાથ, ત્યાં હેય નહીં કાંકરો; અને નાથ નાથ, સાચું સોરઠીઓ ભણે. ઢગલે ધન કમાય, સંઘરે પણ ખરચે નહીં; તે પરને હાથ જાય, સાચું સોરઠીઓ ભણે. સંઘરી રાજી થાય બહુ, કપાય કાળજું કાઢતાં; એ વિણ ખાપણે જાય, સાચું સોરઠીઓ ભણે. દાટે ધન પાતાળ, ગળેથી છુટે નહીં; એ ખરેખ રખવાળ, સાચું સોરઠીઓ ભણે. ધન દેખી રાજી થાય, વાવરે તો વસમું ઘણું; તે હાથ ઘસતે જાય, સાચું સોરઠીઓ ભણે, ખવરાવે ને ખાય, મનડું મોટું રાખીને; તેને વાહાલો સહાય, સાચું સોરઠીઓ ભણે. છેડીને ઘરબાર, ભસ્મ લગાવી ભાગીયા; પણ મમતા હાલી લાર, પાછા ગામમાં લાગીયા
૪૧૧
૪૧૨
૪૧૩
૪૧૪
૪૧૫
૪૧૬
સારૂં કોઈનું સાંખે નહીં, પેટમાં ઝાઝા લાળા;
રાંડરાંડને રેટીઓ, તેવી ગરાસીઆની માળા. ૪૧૭ ૧ નાથ નાબળદ જેવો ગણુને નાથ નાખે. ૨ વાહાલા=પરમેશ્વર, • ભાગીયા નાઠા ૪ લાગીયા પાછા ઘેર આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com