________________
કહેવતસંગ્રહ
સાસરૂં હેઠ, મહીઅર હે, સૌથી વહાલાં આંખ ને પેટ. સાસુ કહે રાંડ, વહુ કહે રાંડ, વચ્ચે દીકરાના ધાણુ, સાસરે જતાં સૌને ભાવે, તે ઊઁમરા ઓળંગતાં આંસુ આવે. સાસુ કાઇની સાકર્ નહીં, તે મા કાઇની ડાકણુ નહીં. સાસુ ગઈ શિવરાત, વહુને આવી નવરાંત. સાસુ જાય હાળી, તા વહુ ખાય ખીર-પાળી, સાસુ ઢેડર્સે જાય, ને વહુને બહારવટી કહે. સાસુ નહીં, નણંદ નહીં, આપે એકલાં આનંદ. સાસુ પછી વહુને વારે.
સાસુ પાતે તેવી ને વહુને શિખામણ આપે.
સાસુ વહુ બન્ને સરખી, વચ્ચે મેલે તે નરસી.
સાસુ વહુની એક સાડી, સાસુ પેહેરે તેા વહુ ઊંઘાડી. સાસુ વહુમાં સાંખેલું ગેમ. સિંધમાં સામી પાંતી.
સીથે શ, તે હળવદ છ માણુાં.
સીમળે લાલાણાં, પણ ફળ ખાઈ પસ્તાણાં. સીર કાટ લા, પીર મૈં નાક કાટુંગા. સીરના કીડા સીરને ફાલે.૪ સિંહ પાંજરે પડ્યો ગરીબ.
સિંહના પેટમાં સાબર ન પાકે.
સિંહ ભૂખે મરી જાય, પણ ખડ ન ખાય.
સીદીભાઈ ચાંદ દેખા, તેા કહે આપસેહી નજર આયગા.
સીર જાતા હય, કે પુલાવ ખાતા હય. સીર ફાડ મર ગયે, વાહી કા વાહી.
સીર સીર અક્કલ, ગુરૂ ગુરૂ જ્ઞાન.
સુકા લાકડાના જીવડા, તેને સાહેબ વગર કાણુ પાણી પાય, ઘરધણી જાણે હું રળું છું તે સૌ ખાય.
સુકાળે સગાંવહાલાં, દુકાળે વહાલા દાણા. સુખને માટે સન્યાસ લીધા, ત્યાં તે દુઃખ બમણું થયું.
૩૮૩
૧ તે શું લાગે. ૨ ગરાસ થાડા. ૩ સીથા નામનું ગામ છે. અને ખરાખરનું ૪ પેટના કીડા પેટને ફાલે, પણ કહેવાય છે.
ખરાખર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com