________________
૩૮૨
કહેવતસંગ્રહ
સાપના દરમાં હાથ ઘાલવો; સાપના મહામાં હાથ ઘાલવો. સાબડ કરતાં રાબડ થયું, ને છતું પાણી કાદવમાં ગયું. સાબુ સુગાળીઓ. સામ, દામ ને ભેદ ગણાય, પછી ચોથે દંડ ઉપાય. સાહામા બોલી સાસરે ન સમાય. સાહામાનું મન ચોર, તે આપણું મન ચેર. સાહામો મળ્યો સવાયાનું જાન કરે. સારા જાણી નેતર્યા, ગધેડાની સાથે જેતથી, ને ભાણે બેસી મુતયાં. સારાને ખપ સર્વ ઠેકાણે હેય. સારાની આશા સૌ કાઈ કરે. સારા બાંટ દઉં, પણ આધા કાટ લઉં સારા રાચમાં સાવરણું. સારામાં સહુનો ભાગ. સારાં ફુલ તે મહાદેવનાં. સારી જોઈ નેતરી, તે ચુલે બેસી મુતરી. સારી ધરતી છે કે ચાલવા દે છે. સારી રામાયણ સુનકર પુછા, સીતા કીસકી જેરું? સારો સગે એથમાં લેખું. સારો હોય તો માટી, નીકર કચરાને પાટી. સાલીઆ ભાઈની ઘાણી, અરધું તેલ ને અરધું પાણું. સાળાને સાળે મુસળું માર્યું, માંહે મારો ભાગ.
સાસરાનું માન સાળીએ, જમણનું માન થાળીએ;
ગાવાનું માન તાળીએ, ને મહેડાનું માન વાળીએ. સાસરાનું સંપેતરું ઝટ પહેચે, સારાં કામને સે વિઘ. સાસરું છેટે સારું, ને મોસાળ ટુકડું સારું. સાસરું પીહેર પાસે વસે, તે નારી કાંતને હસે. સાસરે તે દહાડી, પણ મહીઅર તે વાડી
૧ ધા ઉતર્યું નહીં. ૨ લુગડાં એલાં ફક્ત પહેરીને જ દેખાવ કરનાર, ૩ સારાત્મધું. ૪ પાટી પલે, ૫ હકની રીતે સગાઈને લીધે થાય નહીં, પણ આવો હક્ક કરે તે હાંસીને પાત્ર છે, ૬ દહાડી, રજ છે છે ને છે, વાડી ! દિવસ જવાય માટે વાડી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com