________________
કહેવતસંગ્રહ
ઉ૮૧
સહુ તીર્થ મંડાય, સાકર પીરસનાર ઘણું, કડવો અક્ષર કહેનાર કેક, સાગ, સીસમ ને સેનું, વર્ષે કાગળવા જુનું. સાગનાં લાકડાં છે, રૂપાનાં હાડકાં છે.' સાગરનું નીર ગાગરમાં ન સમાય. સાચાને સદા જય છે. સાચે રાચે રામ, જુઠાને કપાળે ડામ, સાચે સાંઈકે દરબારમેં જુઠેકું જુતી.
સાજામાં સાત બુદ્ધ, બાડામાં બુદ્ધ બાર,
કાણુમાં દેડ બુદ્ધ, આંધળે કરે વિચાર. સાજ ખાય અન્ન ને માંદા ખાય ધન સાજી ગાં-માં આકડો શું માર? સાજે લુગડે થીગડું ન હોય. સાડેદરા વાંકી પાઘડીએ, ઘોડે ચડી જાય ચાકરી, જમે દાથરીએ. સાડા ત્રણ હાથનો સાથ. સાડી પહેરે બાયડી નહીં, ને પાઘડી પહેરે ભાયડો નહીં.
સાત વારે સેની, ત્રણ વારે કંસારા;
એક વારે કાળી, વારે વારે વાણીઓ. સાત વીશે સે સમજે તે ખેડુત. (રા.) સાત દીકરાનો બાપ ટોપલે ઢંકાય, એક દીકરાને બાપ ચરૂએ પંકાય. સાત દીકરીએ બાપ વાંઝીઓ.. સાત પાવલાં કમ દે રૂપીઆ સાત મામાને ભાણેજ. સાત શોક ઉપર જજે, પણ બે ઓરમાઈ ઉપર ન જઈશ. સાતડે સાત." સાતની મા ભાગેળે બંધાય, એકની મા ચરૂએ રંધાય. સાધુ થવામાં શું સુખ? એક ભટકવું ને બીજી ભૂખ.
૧ (કુળવાન છે.) ૨ એટલે સાત દીકરાના બાપનું ઉત્તરકાર્ય રખડે, ને એક દીકરો ઉત્તરકાર્ય કરીને બાપને પ્રખ્યાત કરે એ ભાવાર્થ. ૭ દીકરી પારકા ઘરની આથ, તેથી પિતાને ઘેર જાય એટલે બાપનું ઘર ઊઘાડું રહે નહીં જેથી તાળું દેવાય માટે “વાંઝીઓ". ૪ સોળ પંચા ખાંસી, બે છુટના, એટલે એંસીના એંસી, ૫ પુરૂષત્વહીન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com