________________
૩૮૪
કહેવત સંગ્રહ, સુખને માટે તે સન્યાસ લીધો, ભીખ માગવી તે કપાળે ચેટી. સુખને જીવ દુઃખમાં નાંખો. સુખમાં સુખ તે કુળવંતી નાર, ધનમાં ધન તે પેટ પરિવાર, સુગ ચડે તેવું બોલે છે. સુઘડ નરની ઘડી કયાંથી ? સુજ વિનાની સાસરે ગઈ, ખાસડાં ખાઈ પાછી ફરી.
સુણ ભાઈ માધા, નવ તેરકા આધા, તેતીસકા તીજા ભાગ, છે પાંચકા હુવા લાગ,
મેરા કહ્યા કીજીએ, તે નવ ઉપર દ લીજીએ.૧ સુતરનો તાંતણે નથી કે તેડી નાંખીએ. સુતા જેવું સુખ નહીં, ને મુવા જેવું દુઃખ નહીં. સુતાર વાળો દી. સુતારની સોડમાં ને લુહારની કેડમાં કદી બેસવું નહીં. સુતી હતી કે નહોતું કાઢ્યું છે સુપાત્રે દાન, કુપાત્રે ધાન, સુભાનઅલા; છોટે ભાઈ સો છોટે ભાઈ, બડે ભાઈ તે સુભાનઅલા. સુમ દાતારને વરે એક. સુયાણી બધે જાય, મઠમાં ન જાય.' સુરજ સામું સાંબેલું. સુરતનું જમણ ને કાશીનું મરણ.૫ સુરતને સદે ને મુંબઈને માંદ. સુવાનું ચૂકી જાગવાનું હોવું, ઊંધ વેચી ઉજાગરો હોય, સુવાવડ જન્મારો રહી. સુવાવડ ટાણે સ્ત્રીનો એક પગ ચેહમાં ને એક દુનીઆમાં. સુવાવડમાં શીરો, ને કસુવાવડમાં તેલ ને ચાળા ખવાય. સુવાવડે છોકરું મોંધું ન પડે. સુવો ગમે તેમ, પણ ડુંટી ને નાક વચ્ચેનાં વચ્ચે. સો રૂપીએ સવાશેર દારૂને કેફ. સે કેરડે તેબા કરે તેવો નથી. ૧ અગીઆરા ગણું જવા. ૨ આયુષ્ય. ૩ નવરા રહે ને કામ ન થયું તેનો અફસેસ નહીં કરવા માટે. ૪ મામાં ફકત સાધુ રહે છે. ૫ સારું. ૬ જન્મના રોગી ને દવા બારે માસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com