________________
કહેવતસંગ્રહ
૨૧
મહેડે હેડે જુદી વાત.૧ મેતની જગ્યા ખાલી છે. મેતને મુહર્ત નહીં. મોતનું કે જેમનું તેડું સારું, પણ રાજાનું બુરું. મોતને કાંઈ વાયદો થાય છે? મંગળ કરે ગંગળ, બુધવાર બેવડે. માંકડ, ચાંચડ, જી ને જતિ, એ માર્યોમાં પાપજ અતિ. માંકડને આંખે આવી. માંકડને મુછો આવી. માંકડાને ગાલ ભરવાથી કામ. વાંદરાનો ગાલ ભરાય એટલે કુદી આઘો થાય. માંગણ મેલે લુગડે હેય નહીં. માંકડી ભેંસ, ને ચાંદરા પાડે, એ એંધાણે કણબી વાડે. માંડ્યું મંડાણ.' માછલાંને તરતાં શીખવવું પડે નહીં. માથું મુંડી સવા પસો લે, એ તો વાત અજબ.' કાન કુંકી સવા રૂપી લે, એ વાત ગજબ. માથે નાખ્યો છે, એટલે ગમે તેમ ખેડો. માંદાને પરણાવી મુવા વાટ જેવી. માહે પઠાને માર્ગ નહીં, ને ઉપર ઘણને માર.
થથા લાલા, તથા કીકા. યથા નામ તથા ગુણ. યારમારની દોસ્તી, તે મરવાની નિશાની. યુદ્ધ લડીએ, પણ ગુંજે ન લહડીએ.
રખડતા રામ, જ્યાં બેઠા ત્યાં મુકામ. રખડતા નર, જ્યાં બેઠા ત્યાં ઘર.
૧ જ્યાં ઝાઝે મહેડે વાત હોય ત્યાં. ૨ ગરીબમાંથી વધે ને બહેકે તેણેને લાગુ છે, ૩ સારાં લુગડાં પહેરે. ઢાઢાં બારે માસ શાલ રાખે.. ૪ તૈયાર માલ ઊપર બેસવું. ૫ મેહેનત ઘણી, ને મજુરી શેડી, એ નવાઈ. ૬ ગુરૂ કે. ૭ બારે ભાગને મોકળી. ૮ નામ તેવા ગુણ ૯ ગુંજે પૈસાથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com