________________
કહેવતસંગ્રહ
૩૪૭ પીળે પાને માંડી વાળ્યાં છે. વાળ્યાં ખત છે. પીંજણ નકામી શી પીંજવી? પુણ્ય પાપ ઠેલાય. પુરૂષના કર્મ આડું પાન. પેગડે પગ ને બ્રહ્મ ઉપદેશ. પેટ કે પરગણું? પેટ તે કુતરાં પણ ભરે છે. પેટ ઊઘાડીને કોઈ જોતું નથી. પેટ ને પેટી બન્નેથી ખાલી. પેટ પાડ્યું તે કોને કહેવું?" પેટ બાળીને સંચવું નહીં, ને દીવો બાળીને કાંતવું નહીં. પેટ કંપાયું, ત્યાં કોઈ નહીં વહાલું. પેટમાં કેઈથી પેસી નીકળતું નથી. પેટવરામાં પુણ્યવરે. પિટમાં ટાંટીઓ છે. ૬ પેટમાં પેસી પગ પહોળા કરે તે છે. પેટ ને પેરણું સાથે જ હેય. પિટ સમાણું, તે હાંલ્લે સમાય.9 પટા ચાટા કરી ગુજારે ચાલે છે. પેટે પાટા બાંધવા, પણ દેવું કાઈનું કરવું નહીં. પિઠ પેરે નીકળે. પિરણામાં સૌ નાગું. પેલા ભવને વાયદે. પહેરવા પૃથ્વી ને ઓઢવાને આભ. પહેરીએ ગામને ગમતું, પણ જમીએ મનને ગમતું. પહેલી રાતે મરે, તેને પાછલી રાત સુધી કાણું રડે.
પહેલી રાતે સૌ કોઈ જાગે, બીજી રાતે ભોગી;
ત્રીજી રાતે રેગી જાગે, ચોથી રાતે જોગી. . ૧ ચોપડીને છેડે પીળાં પાનાં હોય છે તેમાં લખેલું તે માંડી વાળેલું, ૨ બહુ ઉતાવળમાં કામ કરે તે સારું થાય નહીં. ૩ બહુ ખાય તેને કહે છે. અને પેટ ભર્યું તે પાટણ ભર્યું. ૪ નિર્ધન અને પ્રજાહીન. ૫ પ્રજા ખરાબ થઈ તે દુઃખ કોને કહેવું. ૬ ઘણો ઊંડા મનને પહોંચેલે માણસ છે. ૭ એટલે છોકરાં ગમે તેવાં હેય પણ રિટલે ભારે પડે નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com