________________
૪૩૪
કહેવતસંગ્રહ
નકટાને નાક નહીં, ને નફટને સાન નહીં. ન કર્યા પાપડ, ન કરી વડી, ને પારકે પૈસે કન્યા મળી. નકટીને વર જોગી, ગાંડીને વર અપંગ;
બહેરીને વર ઢોંગી, ત્રણે ત્રીશ તલા રંગ. . ન કરે નારાયણ કે ગઢવી ગાડે ચડે. નલમાં અકકલ (વાપરવાની) નહીં, મક્ષિકા સ્થાને મક્ષિકા. ન ખાધા પોંખ કે ન હથેળી બળી. નખે ભરતા મુગલનો ભારો, ઘરડી ભેંસ ને હેઠે પાડે; જુવાન વહુ ને બુઢ લાડો, એ ત્રણેનો રોજ ઢેડવાડે (ભવા.) નખે ભોંય ખતરવી. નગદની નિશા હજી પહોંચી નથી. નગર વસતા માનવી, ગામડે વસતા રાક્ષસા.૪ નગારાં વાગે, નેબત વાગે, પણ રાંડ સુતી ન જાગે. નઘરોળના ઘરમાં છાણ પણ થાય નહીં. નરૂવાના ઘરમાં ડોસો કંઠણે. અમે તેને નવ નોતરાં. ન જાણે જેથી તે જાણે ડોસી, નડતરને નહાનું જાણવું નહીં. નણંદની નણંદ નાતરે જાય, ને મારે હૈએ હરખ ન માય. નદીનું મૂળ ને ઋષિનું કુળ જેવાય નહીં. ન પહોંચી અને હજાર બાહાનાં. નફટ સાસુ ને નફટ વહુ, બેએ કુળ લજામણ સહુ, નફટને નાક નહીં, શેખ ત્યાં શરમ નહીં. નબળો હાકેમ રૈયતપર રોનબળે માટીએ રાંડ શરી. નબળે દહાડે ભયને પોપડો પણ હશે. ન ભૂતો ન ભવિષ્યતિ. નમે તે પેટ ભરી જમે.
૧ વિ દીન કહાંસે કે મીયાંક પાંઉમે જુતીયાં? ૨ ભુઠા પડીએ તે વખતની સ્થિતિ. ૩ પુરી સાન વળે તેવી શિક્ષા થઈ નથી. ૪ કુગામ વાસ, કલહીન સેવા ૫ સે જોશી ને એક સી. ૬ વાટયું ઓસડ ને મુંડ્યો જેગી, ૭ આવું થયું નથી ને થવાનું નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com