________________
૩૨
કહેવતસંગ્રહ
ધન તે ઢેડને ઘેર પણ હોય.' ધન ઘેલાં તે મન ઘેલાં. ધન જોબન ઠકરાઈ સદા કોઈની રહી નથી. ધબ ઢીકે ને ચાપુ ચણું. ધતુરાના ગુણ મહાદેવ જાણે, ધરમાં જીત્યા પણ ધણુમુવા ન કહેવરાવવું. ધરઘડી ને ધરદહાડે. ધર્મનાં કામ પાંગળાં. ધર્મધક્કા ખાવા. ધર્મ ધર્મ શું કરે, જ્યાં જાય ત્યાં ભીખારી મળે છે ધમ ધર્મ કરે, પાપી પેટ કુટે. ધરાઈ ગાં- ઢરડકા કરે. ધરાય ઠણુકા કરે, ને ભૂખે વાળ તોડે. ધાઓ ધાઓ, પણ કર્મમાં હોય તો ખાઓ. ધાતાં ધન ન મળે, પણ ધાન મળે. ધાન ધર૫ત, ને ઘી સંપત. ધાન વિના મરે, કે સાન વિના મરે. ધાન ખાઈએ છીએ, કે ધૂળ ખાઈએ છીએ. ધાવે સે પાવે. ધીંગાની ધરતી ને વિદ્યાનું દાન. ધીંગાનું રીમાં આગળ ન ચાલે." સારો–પીંગ દીધલ ધાન આ ભવથી ઓ ભવ લગી;
રાંકે ભય ન રામ સાચે દલથી શામળા. એ ભવ આપ્યાં દાન આ ભવમાં તે ભોગવે;
સમજુને છે સાન સાચું સોરઠીઓ ભણે. ધીર સમાન જોગ નહીં, ને રોષ સમાન રાગ નહીં. ધૂન લાગી, રામ ધૂન લાગી, ગોપાલ ધુન લાગી. ધૂપ દઈને રાખી મૂકજે.
૧ જાણપણાં જગદેહેલાં, ધન તે કાલાં ઘેર પણ હચ. ૨ કામ કરવામાં નમાલા ન કહેવાય તેમ કરવું. ૩ ધર્માત્મા પુરૂષને દુઃખ ૪ એટલે શ્રી એમ. સમજતા નથી. એ ધીંગાટા , રીંગા=મૂર્ખ, અજડ જંગલી ૬ કઈ થશે નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com