________________
કહેવતસંગ્રહ
'
..
દરિદ્રીને ખાટલે વેરી.' દરીઆમાં ડુબકી. કરીઆનું પાણી છે, જે વાળે તેના બાપનું. દરીઆમાં કાંઈ મહા દરીએ વહાણુ છે કે મુંઝાઓ છે ? દરીઓ કેઈથી ડોળાતો નથી.
દરીઓ કહે હું દુઃખીએ, મારું દુઃખ ન જાણે કાય;
પવન હીલેળા દેતહે, મારું નીર પીએ ન કાય. દરીઓ કે દરબાર, બે મળે તે બેડે પાર. દરીઓ માજા મૂકે તો પૃથ્વી રહે નહીં.' દશરાને દહાડે જે ઘેડું ન દેવું તે આડે દહાડે શું છે? દસાડા દફતરમાં નહીં. દહાડીનું લાગ્યું ને ભવનું ભાગ્યું.' દહાડા આવે વાંકા, ત્યારે માર મારે રાંકા. દહાડે બાં ચારે, રાતે હીરા પારખે. દળવાનું હતું તે ભરડવાનું થયું. દળાયેલું દળવું તે મન વગર મળવું. દક્ષિણની નારી, સોળ હાથની સાડી, પણ અધ ટાંગ ઊઘાડી. દ્રાવિડી પ્રાણાયામ. દાઝી તો દાઝી, પણ પૂછી પૂછીને ખાધી. દાટે તેને કાણું ચાટે ? દાતાર કૃપણને વરો એક. દાન કરતાં દયા સારી. દારૂ હાથીના પેટમાં પણ બેલે. દાળમાં કાળું. દાળીઆ લેઈ ખાઓ. દિવસ કરે તે કાઈ ન કરે.૧૦
૧ ઊઘ આવે નહીં, કેમકે માંકણું ઘણું હોય. ૨ તે કાંઈ જડે જ નહીં, કે અમુક ચીજ આંહી છે એમ સમજણજ પડે નહીં. ૩ મુશ્કેલ સવાલ હોય તે વખતે આ લાગુ છે. ૪ માજા મર્યાદા. ૫ હથેળીના લીટા. ૬ બીજા લોકોએ પૂછી પૂછીને હેરાન કરી. ૭ લીમી દાટી હોય તેને કોણ ચાટે કે ખાય? ૮ દાન દઇને લેવું માન, તે દાન છે ધૂળ સમાન. ગુપ્તપણે જે આપે દાન, તેને ઈશ્વર આપે માન. ૯ હવે તેમાં કાંઈ વળશે નહીં. ૧૦ કર્મ કરે તે ન કરે માને બાપ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com