________________
૩૧૮
કહેવત સંગ્રહ
જેના ઘેડા તેના અસવાર. જેના હાથમાં ડાઈ તેનું સૌ કોઈ જેના મહેલમાં માંસ તેને શે વિશ્વાસ ? જેનાં નાંખ્યાં નાણું, તેનાં શાં આણાં ને પરીયાણું? જેની ડાઢી લાંબી તે મૂર્ખ હેય. જેનું ખાઈએ તેનું ગાઈએ. જેને ઘેર કાળી (ભેંસ) તેને નિત્ય દિવાળી. જેને બેટી, તેની ગરદન હેઠી. જેને જેવો ઢંગ તેને તે રંગ; ચંદને જોઈ માછલી, પણ છૂટી નહીં ગંધ. જેણે ન ખાધું ગળ્યું તેનું જીવતર બળ્યું. જેમાં જાય ને એબ રહી જાય. જેમ ખાંડે તેમ ફોતરાં છોડે. જે બીબીને ગુસ્સે તેવો મને ઠેસે. જેવો દોષ, તે રાષ. જેવું નમવું તેવું જમવું. જેસા તેરા લેના દેના, વયસ મેરા ગાના બજાના. જૈસે હેય તૈસે ભલે, જે હેય અપને દેશ ૪ જોગ લીધો, મુંડ મુંડાવી, બેગની તૃષ્ણ ત્યાગી નહીં. જોગીના જથા, કરે કુકર્મની કથા, તે જોગીપણું વૃથા. જેરૂ ન જાતા, અલ્લા મીસે નાતા.૫ જે ગધેડે મુલક લેવાય, તે ઘડાનો ભાવ કઈ પૂછત નહીં. જોગીની ધુણી, જબ ખોલું તબ આગ. જેણું, રાણું ને વગોણું સાથે હોય. જોતજોતામાં સાડીઊં થઈ ગયે. જેર જાલમનું ને ઊજમ આલમને. જેકી બાયડી, છાજીઆમાં કુદી પડે.” જોષીનાં પાટલે, ને વૈદ્યનાં ખાટલે.
૧ પૈસા ખરચી બાયડી લાવ્યા તે પરથી આણું વાળતાં કંઈ પણ કરીયાવરની શી આશા ? ૨ રસાસ્વાદને આધીન થએલા શખ્સનું વાક્ય છે. ૩ ડાંગેર અથવા ફતરાંવાળી દાળ. ૪ સ્વદેશાભિમાન. પ જરૂ=બાયડી; જાતા છોકરાં. ૬ સાડી આડસર, મેટે. ૭ જેરૂકી=બળવાન છાતી, જેરવાળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com