________________
કહેવતસંગ્રહ
૭૧૯
જોષીનાં રાંડત નહીં, ને વૈદ્યનાં મરત નહીં.' જંગલમાં મોર નાચે, તે કેણ જુવે ? જગ ઊઘાડી કરવી. જાંબુ ખાવાં સેહેલાં નથી.
ઝઝારે ઝાડ ચહડી ઊદમાત ન કરીએ એ ચતુરાઈની રીત. ઝગડા, વગડા ને રગડા વેઠે ત્યારે છાતી પાકી થાય. ઝાઝી ખેતીને ધણુ લથડે કે ઝાઝી દીકરીનો બાપ લથડે, ઝાઝે રાંકે ળ મળે. ઝાઝે લાકડે ઝાઝી આગ, ઝાઝે પુળે મોટી ઝાળ. ઝાઝી જાનેમાં વહુ બદલાણી. ઝાઝે બારણે ઘર કાણું. ઝામર ડાભે, એટલે જોખમ ટળ્યું. ઝેરનાં પારખાં લેવાય નહીં. ઝેરના પ્યાલા જીરવવા બહુ કઠણ છે. ઝોળી વાળી છે. ઝંડ ઉપાડ્યો છે. ઝંડો લીધો છે.
ટકાનું તીતર, કાઠી ભરી જાર ખાય, વેચ્યું ત્યારે ટકે ને ટકે. ટાર મારી લે છડો, તલ પેહેલાં કરવો પડે. ટકે ખાનાર એ નહીં; ટપલાખાઊ નથી. ટચાક-ટણક છે. ટપલા પડવામાં તે બાકી નથી, પિતેજ નફટ છે. ટાઢ જાય તડકે, સિહ જાય ભડકે.* ટહાડ ટહાડ કરીએ નહીં, દહાડનાં માર્યો મારીએ નહીં; ટહાડ વાય સહુને, રહાડ ન વાય વહુને. ટહાડા ચુલા ને ઊની રાખ, જે આવે તે કુટે કાખ. કરડફરડ કરવાનું કામ અહીં ચાલશે નહીં.
૧ ને જ્યોતિષને હું ખરું હેત તે. ૨ છિદ્ર ઊઘાડાં કરવાં. ૩ ખૂબ પૈસા એકઠા કરવા લાગ્યા છે, તે કરતે કરે તેને લાગુ છે. ૪ ભડકો અગ્નિને ભડકો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com