________________
કહેવતસંગ્રહ
૩૧૩
છીઓ વહાલે, ભઈઓ વહાલો, વહારે કોને મોકલું? છછોરાં છોકરાં અળખામણું લાગે. છઠ્ઠીનું ધાવણ કાહડી નાખ્યું.' છા ભાગે કયારે, કે ઠબલાઈ પાછા વળે ત્યારે. છત હોય તે અછત ન કહીએ. છતે બ્રાહ્મણે છોકરાના સમ કાણુ ખાય. છતે માથે હાથપગનું નામ ન લેવાય. છપ્પન ઊપર ભેર વાગે છે.' છપ્પન વખારી ને ભારો કુંચી હાથમાં ન મળે પણ નજર ઉંચી. છાછ લેવા સૌ આવે, પણ આડે હાથ દેવા કાઈ ન આવે. છાલ છોડુ મારા છે આને, ને રસકસ મારા હૈયાને. છાશ બાકળા થઈ જવું, હાકાલાકા થઈ જવું. છાશમાં મીઠું જ હેય. છીંડું શોધતાં ભાગળ જડી. છીંડે ચડ્યો તે ચોર. છીનાળવાને છેલ્લા દહાડાની શી ફિકર?
છૂટયાં સરખાં ઝંટી, વહીલાં સરખાં હોં;
ફાટયાં તુટાં લુગડાં, રખે બાઈ પ્રારાં હો. છે, છે ને છે;" છે, ને નથી; નથી ને છે; નથી; નથી, ને નથી.’ આ કહેવત વિષે સમજ નીચે પ્રમાણે છે.
૧ છછોરાંછડાં ને અટક્યાળાં. ૨ એવી ઊલટી થઈ. ૩ છડ ગરૂરી. ૪ અનર્ગળ દેલતવાળાને માટે બેલાય છે. ૫ મહા પુણ્યવાન પુરૂષ જન્મ લે છે ત્યારથી ધનાઢચ અને ભાગ્યશાળી હોય છે. તેને સદબુદ્ધિ પ્રભુ આપે તે પુણ્યમાર્ગમાં પૈસા વાપરી પુણ્યના ક વધારે છે તેને છે, છે, ને છે. ૬ મહા પુણ્યવાન છવ ધનાઢય છતાં પૈસા વધારવાને પાપની શુદ્ધિ ભુલી જઈ, ધર્મકાર્યમાં કે પરોપકારમાં પૈસા નહીં વાપરતાં સંગ્રહ કરવામાં જ સમજે છે તેને છે, પણ બીજે ભવ નથી. તેને છે, ને નથી. ૭. આ ભવમાં નથી એટલે ગરીબ સ્થિતિ છતાં ઈશ્વરથી ડરી સદાચરણ કરે છે, અને પ્રાણીમાત્ર ઉપર દયા રાખી જાત મેહેનતથી પરેપકાર કરે છે, તેને આ ભવ નથી” પણ બીજે ભવ છે, માટે તેને “નથી ને છે.” ૮. આ ભવ કંગાલ સ્થિતિ ભગવે છે, ને પેટને માટે અગર પૈસા મેળવવા અગર સ્વભાવથી નીચાં અધેર કર્મ કરે છે તેને આ ભવ નથી ને બીજે ભવ પણ નથી તેને “નથી, નથી ને નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com