________________
૩૧૪
કહેવતસંગ્રહ
છેડાએલે માટી છીનાળ કહે. છેતરનાર કરતાં છેતરાનાર ભલો. છેબકાં શોધે તે છઠ્ઠીના બગડેલ. છેબકાં જુએ તે વકર ખુએ. છેલ્લે એસડ છાસ, છોકરાંના ખેલ નથી. છોકરે હોય તે વહુ આવે, ને રૂપીઆ હોય તે વ્યાજ આવે. છોકરો કાંઈ કુંવારો રહ્યો છે? છોકરાંનું તે આરણકારણ, છેડીની તે હૈયાધારણ છોકરીને ગવાળે ઘેર આવજે, પણ છોકરી ઘેર આવશે નહીં.
કરે શોભે બાપ ઘેર, છોકરી બે વર ઘેર. છે ભલા કે છે ભલા. ભલાભાઈની પ્રીત (એટલે પરવા નહીં). છોરૂ કછોરૂ થાય, પણ માવતર કમાવતર ન થાય. છાંડી બાયડી ઘર ન માંડે.
જખ મારવી ને જૂઠું બોલવું બરાબર. જજમાનને મન ગોરાણું, પણ ગોરને મન કાંઈ ગરાણું ? જણનારી જણે, ને ધરતી ઝીલે.. જણતાં માઉ થાય, તેમાં જમાઈને શું વાંક. જણ્યા વગર સુવાગ. જણે તેટલાં જીવે નહીં. જશે તે જોગવે, ને પડે તે ભોગવે. જતી લાડી માંડ વધાવે. જતને જમાન સમેજે. જન તેવાં જાફલાં, ને વન તેવાં ફળ. જન્મ આપે જનેતા, ને કર્મ ન આપે કોઈ જપ બેઈ, તપ ખાઈ ગાંઠનો ગરથ ખાઈ ફટ ભૂંડી કુટણી. જબ ઓહોડલી લેઈ, તો ક્યા કરેગા કઈ?
૧ છેબકાંત્રછિદ્ર, દેષ; અવગુણુ. ૨ શી ગરજ છે? ૩ જત એક તુફાની જાત છે. તેને જમાન તેવીજ જાતને સમેજે સીંધી થાય. ૪ લઈનકમરેહક પહેરવાનું લુગડું છે તે કાઢીને ઓઢી લીધું એટલે નાગા થયા, પછી કોઈ શું કરનાર છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com