________________
२७८
કહેવત સંગ્રહ
૭૩૬. ગાણું ગરાસીઆનું, ખાણું વાણુંઆનું. ૩ ગાણું ગરાસીઆનું, ખાણું વાણુઆનું. વાણુઓ વડે, હેરો રોડે ? દેહરે-રાજપુતાણીને રાસડ, કાઠિયાણીને કાપ;
વાણીઆનું વગાણું, સાધુ જનને શાપ. ૧૨ ૭૩૭. બારા ગાઊંકા ચોધરી, તેરા ગાઊંકા રાવ. ૨ બારા ગાઊંકા ચોધરી, તેરા ગાકા રાવ; અપણે કામ ન આયા, મન માને વહાં જાવ. અગાડીકા દુલા, પછાડીકા રાવ;
અપણે કામ ન આયા, દિલ ચહા વહાં જાવ. ૭૩૮, શુકન એ વેહેમ હોય કે હોય, તે ચર્ચા આ સ્થળે ઘટતી
નથી. પણ બધા દેશમાં ને સુધરેલા લેકમાં ડેઘણે અંશે એ વેહેમ છે. તેમ ગુજરાતમાં છે તે સંબંધે લેકે માં જે વધારે
પ્રચલિત છે તેવાં થોડાં ઠાં લખ્યાં છે. ૩૫ માંકડ મુછો માંજરો, હૈયે ન હોય વાળ; તેને શુકને ચાલીએ, તે વિશે ખૂટે કાળ. રવિ તાંબુલ, સામે દર્પણ, ધાણા ચાવો ધરણીનંદન; બુધે ગળ, ગુરૂએ રાઈ, શુક્રવાર સરસવ ખાઈ શનિવારે વાવડીંગ ચાવે, તે કામ કરી ઘેર નિચ્ચે આવે. ૨ આદિત ફાટે, સોમ જળે, મંગળ પહેર્યું પીડા કરે; લુગડાં પહેરે ત્રણ વાર, બુધ, ગુરૂ ને શુક્રવાર. શનિ પંથા શનિ ગ્રંથા; વિદ્યારભે ગુરૂ શ્રેષ્ઠ. પુનમનો પડે, અમાસની બીજ, વણ પૂછયું મુહર્ત તેરશને ત્રીજ.૭
શુક્રની રાત, કદી ન કરીએ વાત.
૧ વાણીઓ વરઘોડામાં ખરચ વધારે કરે. વેહેરે મકાનમાં ખર્ચ. ૨ મૃત્યુ થાય. ૩ રવિવારે તાંબૂલ, એટલે પાનસુપારી ખાઇને, સેમવારે દર્પણમાં મહ જેને, અને મંગળ કે ભોમ ધાણું ચાવીને, બુધવારે ગેળ, ગુરૂવારે રાઈ, શુકવારે સરસવ ને શનિવારે વાવડીંગ ચાવીને જે માણસ શેહેરમાં કે બહારગામ જાય, તે કામ સિદ્ધ કરીને ઘેર આવે એવો ભાવાર્થ ઉપરના ખરાને છે. ૪ આ કહેવત ભૂગડાં પહેરવા વિટ છે, આમાં શનિવારનું કહ્યું નથી, પણ લોકમાન્યતા એવી છે કે શનિ ચીકણો વાર છે, માટે પેહેર્યું હોય તે ઉખડે નહિ અર્થાત્ લાંબું ચાલે. ૫ ફાગણ સુદ ૧૫ પછી વદ પડવે. અમાસની બીજ તે અષાઢ સુદ કે કાર્તિક સુદ બીજ, છ ત્રીજ-વૈશાખ સુદ ૩, અક્ષયતૃતીયા તેરશ ધનતેરશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com