________________
૨૫૦
કહેવતસંગ્રહ
વાણીઆની ગત વાણીઆ રમી જાણે. વાણીએ કાગડાને પણ છેતર્યો.' વાણી આભાઇની રંગભડી, વાણીઆ રમી જાણે. ૬૬૮. નમૂળીઉં ઝાડ, ઊડી જતાં વાર નહીં. ૬ નમૂળીઉં ઝાડ, ઊડી જતાં વાર નહીં. છાજા ઊપરને છોડ, ઊખડી પડતાં વાર નહીં. પત્થર ઉપરની જડ, સુકાતાં વાર નહીં.
વાણીએ કાગડાને છેતર્યો ૧ કહે છે કે કાગડે કોઈથી છેતરાય નહીં. એક વાણીઓ પિતાના ફળીઓમાં જમીન ઉપર સુતા હતા. તેના મોઢામાં દહીં ભર્યું તે ઠાસેઠાંસ ભરી મેટું પહેલું રાખી આંખો મીંચીને પડ્યો રહ્યો; હાથપગ નહીં હલાવતાં મરી ગયા જે દેખાવ કર્યો, કાગડા ઊડતા ઊડતા તેના ઉપર આવ્યા. મુડદાના મેઢાનું દહીં જોઈ વાણુઓની છાતી પર બેસી દહીં ખાવા સારૂ ચાંચ વાણીઆના મોઢામાં ઉંડી નાંખી. વાણીઆએ મોટું બંધ કરી કાગડાને દાતેથી પકડવા સારૂ દાતમાં ચાંચ દબાવી દીધી ને કાગડે પકડ્યો. આ ઉપરથી કહેવત થઈ કે, “વાણીએ કાગડાને છેતર્યો.”
વાણુભાઈની રંગભડી> ૨ કેઈએક વાણુઓને વગડામાં ચેર લુટવા આવ્યા. વાણુએ જાણ્યું કે, તેઓની પાસે તલવારે છે, ને એકનું એસિડ બે, માટે બેલવું નહીં. ચેર પાસે આવ્યા, વાણીએ માથા ઉપરની ગાંઠડી હેઠળ મૂકીને માંહેનાં સારાં લગડાં જેમ દુકાનદાર વાણુઓ પહોળા કરીને બતાવે તેમ પહોળા કરીને બતાવ્યાં ને કહે , ભાઈસાહેબ. ચોરને પણ સારું લાગ્યું એટલે ધાર્યું કે વાણીઓ ડરી ગયો છે, તેથી ચેર તલવારે ભોંય મૂકી કપડાં સંકેલવા લાગ્યા ત્યારે વાણીએ તલવારે સામી આંગળી કરીને પૂછયું. આ શું કહેવાય? ચોરે કહ્યું, “તલવાર” વાણીઓ કહે, ““ગભડી” રમવા જેવી છે. તમે લૂગડાં સંકેલી લીઓ તેટલામાં તમે કહે તે રંગભડી” રમી લઉં.” તેમાંથી બે તલવાર હાથમાં લેઈ હાથ ઉંચા કરી કુદડી ફરત ને “વાણીઆ ભાઈની રંગભડી” એમ બોલતે બેચાર ખેતરવા જેટલે વાણિયે આઘો ગયો, ત્યાં ત્રણ ચાર જણ મળ્યા તેઓને વાણીઓ કહે છે કે, “મને ત્રણ જણે લુંટ છે. બસે ચારસેને માલ વગડા વચ્ચે વેરી નાંખે છે ને લુટનારા એકઠા કરી સંકેલે છે. તેમની બે તલવાર લઈ રંગભડી રમવાને બહાને અહીં આવ્યો છું. જે મારી વહારે ધાયું હોય તે ધાઓ.” વાણીઆની દયા આવી અને ચોરી કરનાર ઉપર ગુસ્સો આવ્યો તેથી ચારે જણ એકદમ દેડ્યા. વાણુઓ રંગભડી રમતો રમતો લુંટની જગો પર આવ્યા, ચાર સામા થયા. એક જણ પાસે તલવાર હતી તેથી જરાક ધીંગાણું થયું, એક ચોર ઘવાયો, લોહી નીયું ત્યારે વાણી “રંગભડી” રમત રમતા આવ્યા. ચોર નાસી ગયા અને બે તલવાર અને પિતાને માલ લઈ વાણુઓ ઘેર ગયો.
૩ છાજું માટી ઘાસ મેળવી ભીંત ઉપર ઢાંકણ કરે છે તે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com