________________
કહેવતસંગ્રહ
૨૪૯
ચોપાઈ–સૃષ્ટિનું મંડાણ સ્ત્રીથી હેય, તેમાં સંદેહ ન રાખો કોય;
પંડિત ન્યાયી, ડાહ્યા ઘણું, તે સૌ છે તન તરૂણું તણું. ૫૬૫ અનમી, અહંકારી જે શુર, નારીથી પ્રગટ્યા એ નર;
નારી મોટી નરથી ઘણું, સર્વ તેજ તે નારી તણું. ૫૬૬ ૨૬૫. શસ્ત્રમાર કરતાં વચનમાર વધે. ૭
શસ્ત્રમાર કરતાં વચનમાર વધે. માર્યો માર ભુલાય, પણ કટુ વચન ન ભુલાય. કટુ વચન વીંછીની વેદના કરતાં વધે. મેહેણના માર્યા માથાં આપવાં પડે. વચનનાં માર્યા સીતા પૃથ્વીમાં સમાણાં. વચનના માર્યા ધ્રુવ તપ કરવા ગયા. દેહ–મોતી ભાગ્યે વીંધતાં, મન ભાગ્યું કવેણુ;
ઘેડે ભાગે ખેડતાં, એને નહીં સાં નહીં રેણુ.૧ પ૬૭ ૬૬૬. સર્પકુંવાડે તે રાખ. ૧૦
(અતિભલા ન થતાં કાંઈ ટેડા રહેવું તે વિષે) સપંડ્રફવાડો તે રાખ. વાંકી આંગળી વગર ઘી નીકળતું નથી. વાંકા ચન્દ્રને સૌ નમે છે. આકરા દેવને સૌ માને. હનુમાનનાં ઠાસરાં કાઈ કરે નહીં. વાણીઆનો વેષ બધા કહાડે. મારવા કરતાં પદાવવું સારું. લાકડી ઊગામવી, પણ મારવી નહીં. દેહરા-વાંકે રહેજે વાલમા, વાંકે આદર હોય;
વાંકાં વનનાં લાકડાં, કાપી શકે ન હોય. ૫૬૮ અતિ ભલાઈને ભલે, કુછ ટેડે વ્યવહાર;
દ્વિતીયાકે ચંદ્રકું રૂં, સબહી કરત જુહાર. ૫૬૯ ૬૬૭. નંદકળાથી દેવ નાસે. ૫
નંદકળાથી દેવ નાસે. નંદના ફંદ ગોવિંદ જાણે.
૧ બીજી રીતે બેલાય છે – તેને સાંધ ન મળે એણ. ૨ એક સપને સંતને બેધ મળવાથી સંત થયે, એટલે કોઈ જીવને કરડે નહીં એટલી ક્ષમા ધારણ કરી. ત્યારે લોકોએ તેને લાકડી ઉપર ચડાવી ફેંકાફેંક કરીને ગમત કરવા માંડી. સર્પ બહુ હેરાન થયે; ત્યાં ગુરૂ આવ્યા. ગુરૂ આગળ દુઃખની હકીક્ત તેણે ગુજારી ત્યારે ગુરૂએ કહ્યું, “સર્ષ કુંફવાડે રાખ.” પછી કઈ લાકડી લઈને આવે ત્યારે તે કુંફાટે કરે, એટલે બધાએ તેની છેડ કરવી મૂકી દીધી.
૩૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com