________________
૨૪૮
કહેવતસંગ્રહ
પુરૂષ મરે ત્યારે સ્ત્રી રાંડી કહેવાય છે.' સ્ત્રી મરે ત્યારે પુરૂષ ઘરભંગ કહેવાય છે. સ્ત્રી રખાણ છે. સતી સ્ત્રી પૃથ્વીનું ભૂષણ છે. સતીના શાપથી પ્રલય થાય છે. વિવાહ, યજ્ઞ, યાગાદિ શુભ કામ સ્ત્રી વગર થતાં નથી. દોહરા-નારી નરનું નૂર છે, નારી જગનું માન;
નારી થકી નર નીપજ્યા, ધુ પ્રશ્નાદ સમાન ૫૫૪ કુલકે દીપક સપુત હે, મુખકે દીપક પાન; ઘરકે દીપક સ્ત્રી કહે, ઘટક દીપક પાન. ૫૫૫ કુવાઢાંકણ ઢાંકણું, ખેતર ઢાંકણ વાડ; બાપનું ઢાંકણ બેટડે, ઘરનું ઢાંકણ નાર. ૫૫૬ શીતલ, પાતલ, જ્ઞાનગત, અલ્પાહાર, અરેષ;
એટલા ગુણ ન હોય, તે સ્ત્રીમાં મોટા દેષ. ૫૫૭ પ્રશ્ન-કહા ન અબળા કર શકે, કહા ન સિંધુ સમાય;
કહા ન પાવક જલા શકે, કહા કાલ નહીં ખાય? ૫૫૮ ઉત્તર-સૂત ન અબળા કર શકે, યશ નહીં સિધુ સમાય;
ધર્મ ન પાવક જલા શકે, નામ કાલ નહીં ખાય. ૫૫૯ સુઘડ નાર સંસારમાં, ત્રિલોક તારક નાવ; કુળવધુ કુળવંતીને, ભગવત ધરશે ભાવ. ૫૬૦ ગૃહિણી ઘરના થંભ છે, ગૃહિણ ઘર આધાર; ગૃહિણિ ગુણિયલ નીવડે તે થાય જયજયકાર. ૫૬૧ જે ત્રિય પાવન ચતુર અતિ, માનત પતિ શિર મૌર; મુખ બાની બેલત મધુર, સે સ્ત્રી શ્રી, નહીં ર.૫ ૫૬૨ નિતહી સ્નાન સુગંધી તન, બલત પ્રિય મુખ બાન; અ૫ અશન, વાચક અલ્પ, તિય સે દેવ સમાન. ૫૬૩ બે સ્ત્રિ ગૃહરાજ પ૩, કહે પ્રિય બચન ઊદાર;
સે બનિતા પતિ પ્રાણ સમ, સાઈ સબ સુખકે સાર. ૫૬૪ ૧ પણ ઘર ભાંગ્યું નથી કહેવાતું. ૨ સ્ત્રી વગર ઘર ભાંગ્યું કહેવાય છે.
૩ સ્ત્રી એકલી પ્રજા ઉત્પન્ન કરી શકે નહીં, જશ સિંધુમાં સમાય નહીં, બહાર છલી જાય; ધર્મને અગ્નિ બાળી શકે નહીં; નામ દુનિયામાં રહ્યાં તેને કાળ ખાઈ શકે નહીં. ૪ મારે માથે પતિ છે એમ માનનારી. ૫ લક્ષમી છે એમ જાણવું, બીજું કંઈ નથી. ૬ થે જમે. છ ડું બેલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com