________________
કહેવતસંગ્રહ
૬૬૩. ઊનું ખાતાં મોઢાંમાં દાક્યા, તે કેને કહેવું? ૮ ઊનું ખાતાં મોઢાંમાં દાક્યા, તે કોને કહેવું? પેટના કીડા પેટને ફેલ, તે દોષ કેને દેવો? પેટનું પેટ તે પહોંચાડે છે. વાડ ઠેકયા, ઘરમાં પિઠા, માર ખાધો, તે કોને કહેવાય? ચોરની મા કાઠીમાં મેટું ઘાલીને રૂએ. મુંગાનું સ્વમ, તે સમજ સમજ પસ્તાય. હૈયાના બન્યા હાશ હાશ. કઠેકાણે ગુમડું ને સસરા વૈદ્ય.' ૬૬૪. સ્ત્રીના સંબંધે ચાલતી કહેવતે. ૪૮ ઉકરડે એરી, માટી ખાણે આઘી, ને નદીએ નાગી. ભાણે ભેગને કપાળે શોક. નાનું નાહાવું, ટાટાડું ખાવું ને જુઠું ગાવું. સ્ત્રીની આંખમાં આંસુ તે ભરેલાં. બાળકનું ને સ્ત્રીનું જોર રોવાનું. વેલ ઊધાળી, બાયડી કુળાળી. હોળી ખેલન્તી, લગ્ન માહાલન્તી, રાસ રમન્તી, સ્ત્રીના હર્ષનો પાર નહીં. સોપારી વાંકડી ને બાયડી રાંકડી. સ્ત્રીનું જોર ભારે. બાયડીને મોઢે સવામણનું તાળું. કહાવે અબળા, પણ છે પ્રબળા. સ્ત્રીને જીભે જોર બહુ. સ્ત્રીની બુદ્ધિ પાનીએ. એક રંડા, બે રંડા, ત્રણ રંડા તેડે બ્રહ્મડા.
જ્યાં મળે ચાર ચોટલા ત્યાં વાળે એટલા. સ્ત્રીહઠ પુરી પડે નહીં. લાખોના શણગાર કરે, પણ સ્ત્રીનું પુરું થાય નહીં. રહે તે આપથી નીકર જાય સગા બાપથી. રાંડ, ભાંડ એર ભેંસા, વે બીગડે તો કરનાં કેસા ? સ્ત્રીચરિત્રથી દેવ હાર્યા છે. બાયડીના પેટમાં છોકરું રહે, પણ વાત રહે નહીં.
સીના ગુણ સ્ત્રીથી વંશવૃદ્ધિ થાય છે. સ્ત્રી ઘરને પ્રધાન છે. સ્ત્રી વગર ઘર નથી. સ્ત્રી વગરને પુરૂષ ડાંડીઆમાં ખપે છે. સ્ત્રી ઘરનું ઢાંકણું છે. સંસાર તો સ્ત્રી વગર લુખો છે. ' સ્ત્રી ઘરની લક્ષ્મી છે. વાંઢાને અવતાર રદ છે.
૧ ખાનગી ભાગમાં ગુમડુ ને વૈદ્ય પિતાને સસરે તે કેમ બતાવી શકાય? ૨ મરણને શાક ખાવામાં નહીં, કપાળે ચાંલામાં ખરે. ૩ તેવી સ્થિતિમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com