________________
કહેવતસંગ્રહ
દેહ-ટોપી પહેરે ત્રણ ગુણ, નહીં વેરો, નહીં વેઠ;
બાવો બા સહુ કરે, સુખે ભરે પેટ. ૫૫૦ શિર મુંડનમે તીન ગુન, શીરકી જાવ ખાજ;
ખાનેકું લડુ મીલે, લોક કહે મહારાજ. ૫૫૧ ૬પ૦. મરી મીઠું ને રાઈ તેના ઘડ્યા પિત્રાઈ. ૫
મરી, મીઠુ ને રાઈ તેના ઘડ્યા પિત્રાઈ. કાકી કે પિટકા દુકાલ હાઈએ. વાંકું બેલનાર કોઈ ન હોય, તે વહેવાઈ કરે. કુટુંબ વગર કછુઆ કેણ કરનાર ? પિત્રાઈથી જ મહાભારત થયું. ૫૧. ઢેડના વિવાહ ધક્કા પાટુએ. ૬ ઢેડના વિવાહ ધક્કાપાટુએ. ગધેડાના વિવાહ લાતે. લંઘા ઘેર વિવાહ, ને દાથરીએર દીવા. અધું છાણું ને ડેકલી ઘી, કડવા પરણે રાત ને દી. લંધા ઘેર વિવાહ ને શરણાઈને ચૅચાટ.
મુંડા(બાવો કે ફકીર)ને વિવાહમાં કદકાનાં બીડાં* ૬૫૨. સો સે સુવે મારકે બિલ્લી ચલી હજ કુ. ૭
સો સો યુવે મારકે બિલી ચલી હજકુ. સો સે ઊંદર મારી મીનીબાઈ પાટ બેઠાં. સાત ધણું બદલીને સતી થયાં. સાલ્લામાં ભાત એટલા માટી કરીને સતી થવું. મુલક આખાને માલ ઘાલી ધર્માતી થયા.
નાહી ધેાઈ પાટ બેઠા. પાપે ખાધી પૃથ્વી, ધુતારે ખાધે દેશ. ૬૫૩. શીંગડું શણગાર્યું, પણ જમવાનું તેડું ન આવ્યું. ૪
શીંગડું શણગાર્યું, પણ જમવાનું તેડું ન આવ્યું. ધાયાં રહ્યાં ધોતીયાં, ને સોલ્યો રહ્યો સાથ. માથું ગુચ્ચું માથે પડયું, ને આંજણ આપું એળે ગયું. સોઢી શણગારી, પણ વરના વાંધા.
૧ ખાજ-ખુજલી, ખેડે. ૨ ઠીકરાના ક્લાડા જેવું તે દાથરી. ૩ ડેઢ છાણ પણ કહેવાય છે. ૪ વિવાહમાં પાનનાં બીડાં વહેંચાય, પણ મુંડાના વિવાહમાં બેકા વ્યવહાર એટલે મારામારી થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com