________________
કહેવતસંગ્રહ
૨૪૩
૬૪૫. આવી મળવા ને બેસાડી દળવા. ૨
આવી મળવા ને બેસાડી દળવા. વહુ તું વીસામે ખા, હું કાં ને તું દળવા જા.' ૬૪૬. ઠાકરને ચાકર ઘણ, ચાકરને ઠાકર ઘણ. ૩ ઠાકરને ચાકર ઘણું, ચાકરેને ઠાકર ઘણું. શેહેર ગામમાં શેઠની ખોટ નથી, ચાકરી મળી રહેશે. દેહરો જસા ન માંગે જામ, એહી ભાટની ટેક;
તેરે માંગન બાત હૈ, મેરે ભૂપ અનેક. ૫૪૮. ૬૪૭. દંડ મુંડ ને ડહામ, એ રણછોડજીનાં કામ. ૪ દંડ, મુંડ ને ડહામ, એ રણછોડજીનાં કામ. ઢીલા મગ ને ખાખરા, એ રણછોડજીની જાત્રા. રેકર્ડ મૂકે તે રણછેડછ રીઝે. સાખી બહુચરાજી ઘીની તલાવડી, ભીમનાથ લાડુડાની પાળ;
રણછોડજી ઘણુ છેલછબીલા, પણ ન મળે તેટલા કે દાળ, ૫૪૯ ૬૪૮. ગુડીઆ વેહેલમાં બેસીને આવ્યા. ૩
ગુડીઆ હેલમાં બેસીને આવ્યા. પગ પઈડાં, ને વાંસે વેહેલ, માથું બેસી જાયે ઘેર.
પંથ પાયે, ને વેરી ઘાયે. ૬૪૯ ગેપીચંદન ને ગેરૂ, તે ભાગ્યાના ભેરૂ. ૫ ગોપીચંદન ને ગેરૂ, તે ભાગ્યાના ભેરૂ. અન્નપાણીના વાંધા પડ્યા, ત્યારે ઝળઝુંડા લીધા. ઘરને સંતાપે વૈરાગ ઉપ .
૧ વહુ સૂતર કાંતતી હતી, ત્યાં સાસુ દળવું મૂકીને આવી વહુને કહે છે કે, તું રેટીઓ બહુ વારથી કાંતે છે, માટે વીસામો ખા ને દળવા બેસ; હવે હું સૂતર મંત્ર છે. ૨ દ્વારિકામાં જાત્રા જાય, તેની પાસેથી કર લેવાય છે તે દંડ, હજામત કરાવી મૂછો ઉતરાવે છે તે મુંડ, ને છાપ હાથ ઉપર મારે તે ડહામ. ૩ બહુચરાજીમાં બ્રાહ્મણને જમવાનું ઘણું મળે. ને ભીમનાથના મહંત શ્રાવણ મહિનામાં તમામ બ્રાહ્મણે જે ત્યાં આવ્યા હોય તેમને જમાડે છે માટે આ સાખી થઈ છે. ૪ પગે ચાલીને આવ્યા. પ ગોપીચંદનનનું ટીલું, ને ગેરૂથી કરેલ ભગવાં લૂગડાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com