________________
૨૩૪
કહેવત સંગ્રહ
ત્રીજું તડ ગંગાદાસનું. એમના ચોખામગ જુદા ચડે.
બાર પુરબીઆ કે તેર ચકા. ૬૨૬. આશકા ઘર નાશિક, રંડીકા ઘર પુના. ૩૪ (જુદાં જુદાં ગામ કે દેશ વિષે ચાલતી કહેવતો) આશકકા ઘર નાશિક, રંડીકા ઘર પુના. સુરત સેનાની મૂરત. અમદાવાદ સો અમદાવાદડી, બડા શેહેર તો કાચબપાલડી. ચીન પૈસા લીયા છીન, લાત મારે તીન, જે જાય જાવે તે ફરી ન આવે, ને આવે તો પરીઆના પરીઆ ચાવે.' કાલી કલકતે વાલી, તેરા બચન ન જાવે ખાલી. ધંધુકામાં ધાડ નહીં, ને ધોળકાને વાડ નહીં. ધોળકાની ધાણી ને મલાવનું પાણી, ધબ ધબ ધુએ ને રોટલાને રૂએ. પાંચ પેટલાદી, નવ નડીઆદી, સાત સરખેજ ને એક વીરમગામી. દેહરા–આત્મ ધ્યાની આગરા, જારે બીકાનેર;
રાગ ૫ ગુજરાતમાં, નિંદક જેસલમેર. પર૩ જુનાણે જમિઅલ વસે, આમરણ દાવલ પીર; શત્રુંજય અંગારશા, એ ત્રણે મોટા વીર. પર૪ નદી ખળુકે નીર વહે, મેરલા કરે મહાર; સાતે રસ નીપજે, બેય ધરા હાલાર. ૫૨૫ સાખ પડે બેડ ને શેરડી, કાઠા ઘઉં કરઠ; રેટ ખટુકે વાડીએ, ભય ધરા સરઠ. વસ્તી જ્યાં બહુ મેરની, નારી પાતળ પેટ; ઘી પત્થર વખાણમાં, ભેય બરડ બેટ. ૫૭ ખુબ ગામ ખંભાળ્યું, જેને પાદર ઘી; ધંધાનું તો નામ મળે નહીં, લાંબા લાંબા દી. ૫૨૮ જળ ઉડાં થળ ઊજળાં, નારી નવલે વેષ; પુરૂષ પટાધર નીપજે, અહે મરૂધરદેશ, ૨૫૮ માથે ભલો માલ, ઉનાળે ગુજરાત;
ચોમાસે સોરઠ ભલે, બરડે બારે માસ. ૫૩૦ * ૧ એટલું લાવે કે પહેડીઓ સુધી છોકરાં ખાય. ૨ મલાવ=ળકામાં તળાવ છે. ૩ જુનાણું=જુનાગઢ. ૪ મહારએક રાગનું નામ છે તે વર્ષાદમાં મોર ગાય. ૫ ભય વાહવાહ ભલે. ૬ સરઠસેરઠ. ૭ ઘી નદીનું નામ છે. ૮ રેતી ઉજળ. ૯ પટાધર મેટી ડાઢી ને થોભાવાળા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com