________________
કહેવત સંગ્રહ
૨૩૫
૫૪
૫૩૫
જારો ડુંગર કચ્છમાં, અશાવરી ખેંગાર; સે મેં દેખા કચ્છમાં, રતન પદાર્થ ચાર- ૫૩૧ ડાઢીએ ઝાઝા કાતરા, કાખે ઝાઝા કેશ; ચૂંથ્યાં વિખ્યાં લુગડાં, કુડે વાગડ દેશ. ૫૩૨ મચ્છુ કાંઠે ને મોરબી વચ્ચે વાંકાનેર; નર પટાધર નીપજે, પાવળાને ફેર. ૫૩૩ જેડી મચ્છુ માળીએ, એડી વાંકાનેર; ટીંબે માડુ નિપજે, તે જમીન ફંદા શેર. વાજો, ઠાકરને અંબવન, નાર દમણી ઘેરઘેર; રેટ ખટુકે વાડીએ, ભલે લીલી નાઘેર.' પાતળી પહેરે મોજડી, ચાલે ચટકતી ચાલ; વાંકી બાંધે પાઘડી, ભલે કાઠિયાવાડ. ૫૬ રાંડ, સાંઢ, ને સંન્યાસી, તેથી વસી છે કાશી; વાડ, ખાડ નેગે, ખાવાને કેદરા ને પેહેરવાને બગ. ૫૩૭ પંડિતકે પૂર્વ ભલી, જ્ઞાનિકે પંજાબ;
મારવાડ ભલી મૂર્ખકે, કપટીયું ગુજરાત. ૫૩૮ જોડકણાં-ધૂળ ગામ બેનેરા, ને બંદર છે બારાં;
કાઠા ઘઉંની રોટલી, પાણી પીવાં ખારાં. ભુજ ભોરીગ ઓર ભીડકા નાકા, માછીનાલ ઓર બેટા બાંકા. નહીં દેખાય તો દેખો સરપટકાનાકા,વહકારીકીતીનહજામત.
૧ કાનબગલ. ૨ વાગડ કચ્છમાં અગ્નિકોણમાં એક પરગણું છે. ૩ ટબેગામ વસવાનું એક સ્થળ. ૪ નાઘેરસેરઠને એક રસાળ ભાગ. રેટ=ધેડા બાંધીને પાણી કાઢે છે.
૫ પૂર્વમાં મિથિલ દેશ કાશી વગેરે છે ને ત્યાં સંસ્કૃત વિદ્યા ભણનારા મેટા મેટા પંડિત છે ને તે સંસ્કૃત ભાષાના વિદ્વાનનું મથક છે માટે પૂર્વ દેશ પંડિતને ભલે કહો છે. - જ્ઞાની માણસને પંજાબમાં માન વધારે મળે છે, મારવાડમાં કેળવણું બહુ ઓછી છે, દેશ સ્વસ્થાને વધારે છે, એ દેશમાં કેળવણીનાં સાધન આગળ નહતાં ને હાલ દાખલ થયાં છે તે બહુ મોડાં દાખલ થયાં છે તેથી નિરક્ષર દેશ તે મૂર્ણને ભલે કહ્યો.
ગુજરાત દેશની પ્રજા ભેળી છે તે કારણથી ગુજરાતમાં જુદા જુદા મત, પંથ, જેટલા સહેલાઈથી ચાલ્યા છે તેટલા કયાં ચાલ્યા નથી. વળી દેવ, દેવી, ઝાડ, કબર, પીર આદિને માનવામાં ગુજરાતને નંબર પેહેલે છે. જ્ઞાતિભેટ એટલે નાતજાતે હિંદુસ્તાનના બધા પ્રાંત કરતાં ગુજરાતમાં વધારે છે એટલે કપટી માણસનું ગુજરાતમાં ટકું સારું ચાલે છે માટે કરીને ગુજરાત ભલી કહી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com