________________
૨૩૨
કહેવતસંગ્રહ ૬૧૯ કુવેડના મેલ ફાગણ મહિને ઊતરે. ૮. gવેડના મેલ ફાગણ મહિને ઉતરે. “પુડને ઘેર જેડ માડ ઉઘાડે કણ અને અડકાવે છે.” વેડનું ઘર તે કુકડાનો ખડે. ઘરમાં વાસણ એઠાં, ને બારણે આવી બેઠાં. કાલી કુણી મરતે મેરી ખીચડીમેસે સ્વાદ ગયા. ક્વેડ રાંડને ફળીમાં ઉકરડો. પુડનારી, ઊઠે અસુરી આંખે ચળે, મુખે પહોળે, બડબડ કરતી બારેઘડી. દેહેરે-શહેર દહાડે પહેડીને ઉઠે, તે કરે નહીં અબોટ;
ઊંધી પડી ઘંટી તાણે, કુતરાં ચાટે લેટ. પ૧૮ દ૨૦, જુવાનીનું શક્યું ને રાતનું દળ્યું. હું (વખત ગયા પછી કામ કરે તે નકામું.) જુવાનીનું રળ્યું ને રાતનું દળ્યું. શીઆળાની ખેડ ને જુવાનીમાં દીકરો સાંપડે. ગયો મેહ આવે, પણ ગઈ ખેડ આવે નહીં. ચોમાસાની ખેડ, શીઆળાની ચાખડી,ઊનાળાનો ડગલો,એ અછતને ઢગલો, રાંડ્યા પછી રળે, ને રાંધ્યા પછી બળતું બળે. ઘડપણને દીકરે, તે કારજમાં ગોળ માગે.
૧ કારણ કે ફુડ શીઆળામાં નહાય ધુવે નહીં. ૨ એક મીઆ કેઈ સરદારની દેવડી ઉપર નેકર રહ્યા. બીજાના મકાનના ઓટલા ઉપર તે રાંધી ખાતા હતા. સવારે ખીચડી હાલમાં બનાવે તે ખાઈનેકરી ઉપર જાય પાછળથી એક કાળી કુતરી મીની ખાતાં વધેલી ખીચડી ખાઈ જાય ને નીચે ચાટી હોય તે હાલમાં નખથી ખેતરીને ખાઈ જાય તેથી હાલી સાફ થતી. સાંજે મી આવી બીજી ખીચડી તે હાલીમાં રાંધે તે મીના ખાધા પછી રાત્રે કાળી કુતરી વધેલી ખીચડી ખાય ને હાંકી સાફ કરે. છએક મહિના પછી કાળી કુતરી મરી ગઈ, મીઅને તે હાંલ્લી જોવાની ટેવ નહીં તેથી હમેશના રાબેતા પ્રમાણે ખીચડી, હાંલ્લીમાં એારે ને પછી ખાય. બે ત્રણ દિવસના ખરેટા હાંલ્લીમાં ભેગા થયા ત્યારે દુર્ગધ ઊઠી તે દુર્ગધથી મીની ખીચડી ખરાબ થઈ. ત્યારે મીઆ બેલ્યા કે, “કયા ખુદાકી કુદરત છે કે કાલી કરી મરતે મેરી ખીચડીમેસે સ્વાદ ગયા.” ૩ મેડી. ૪ અબેટરડું છાણપાણીથી સાફ કરવું તે. ૫ બરાબર વખતે કામ આવે. ૬ તે ચોમાસામાં ને ઘડપણમાં કામ લાગે. ૭ તે ઉચું શી રીતે આવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com