________________
કહેવતસંગ્રહ
૨૩૧
વગ વિણ પગ પેસે નહીં, પગ ઊડે આકાશ; વગ ન હતું પક્ષની, તે ખગ થાત નિરાશ. ૫૦૬ જંગલમાં જઈને જુએ, તે દષ્ટ દેખાય; વેલાધરી વગ વૃક્ષની, ઊંચે નભ ચડી જાય. ૫૦૭ રાજા રામ મનાય છે, વિશ્વ પ્રભુ અવતાર; પણ વાનરની વગ વગર, લાવત નહીં ઘર નાર. ૫૦૮ પાંચ પાંડવો એકલા, સામે ખત્રિ સમાજ; હોત ન વગ જે કૃષ્ણની, તો પામત નહીં રાજ. ૫૦૯ વિણ વગ ન ફાવી શકે, પગમ્બર કે પીર; જુઓ વગ સતી દ્રૌપદી, પરવા પામી ચીર. ૫૧૦ કારજ સહાયતા વિના, કરી શકે નહીં કાય;
કહો હથોડે શું કરે, જે નહીં હાથ હેય. ૫૧૧ No flying without wings. ૬૧૮. માણસ માણસમાં આંતરે, એક ઝવેર તે બીજે કાંકરે. ૧૦ માણસ માણસમાં આંતરો, એક ઝવેર તે બીજે કાંકરે. પાંચ આંગળીઓ પણ સરખી નથી. માણસનો ફેર ભાગતો નથી. રાજ્યમાં અડાભીડ માણસ, તે રાજની ઢાલ છે. દેહરા–આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર;
એક લાખે લાભે નહીં, એક ત્રાંબીઆના તેર. ૫૧૨ કાક પુરૂષ કેક ઘોડલે, કેક કુળવતી નાર; સરજનહારે સરજી, એ ત્રણ રન સંસાર. આણંદ કહે પરમાનંદા, માણસ માણસે ફેર; એક લીલા લહેર કરાવે, એક મરાવે ઠેર. ૫૧૪ આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર; એક બેસે ગાદીએ, એક વગાડે ભેર. ૫૧૫ આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર; એક ગામ ઉજડ કરે, એક શોભાવે શેહેર. ૫૧૬ આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર;
એક બેલે તે મીઠું લાગે, એક કડવું ઝેર. ૫૧૭ Black sheep in every flock. ૧ નભ=આકાશ. ૨ લાભ મળે. લાધે પણ વપરાય છે.
૫૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com