________________
૨૩૦
કહેવત સંગ્રહ
૫૦૦
દોહ-મહેતા મારે મોત બિન, કલમતણી તરવાર;
કુબી ઘાવ રૂઝે નહીં, મહેતાકા એસા માર. કુંડલીઓ-મહેતા મારે મોત બિન, કલમતણું તરવાર,
દુનિયાં ઘા દેખે નહીં, બડે કલમકે માર; બડો કલમકે માર, દિલકે ઘાવ ન રૂઝે, અકલ રૂ૫ મેદાન, કાગજકી ઢાલે ઝુઝે; કહે દીન દરવેશ, ઊનસે સબહી હારે,
કલમ તણી તલવાર, મોત બિન મહેતા મારે. ૫૦૪ Every tub will smell of the wine it holds. ૬૧. સાસરે સમાય નહીં, ને પીયરમાં કે ચહાય નહીં. ૬
સાસરે સમાય નહીં, ને પીયરમાં કોઈ સહાય નહીં. ભાઈ સારા છે, પણ લક્ષણ માર ખાવાનાં છે. બોલી એવી કબાડ છે કે જ્યાં જાય ત્યાં લાત ખાય તેવી છે. લક્ષણના લાળા ચરડા છે. બોલવામાં ચેકડર નથી.
એ અકાણે છે કે લક્ષણ છંછણુવ્યા વગર રહે નહીં. ૬૧૭. વાડ વિના વેલે ચડે નહીં. ૨૫ વાડ વિના વેલે ચડે નહીં. શેરી જેઈને ચાલીએ, પક્ષ જોઈને મહાલીએ. વગ વગર પગ થાય નહીં. વગ કરે પગ! સીફાકી ગદ્ધી તેજીકુ લાત મારે. સૌ વગે વાવણું કરે. ઢાલ હોય તે આડા ઘા ઝીલે. વગ વાળે જીતે. અમલ આવે ત્યારે સૌ કાકા-મામાનાને સંભારે. પક્ષ પ્રબળ તે ફાવે. પક્ષ છે તે ઢાલ છે. એક પાખે ઊડાય નહીં ને એક પગે ચલાય નહીં. પક્ષે પુજે, પક્ષે ન્યાય, પક્ષ વિનાને માર્યો જાય. પક્ષે પાંડવ જીત્યા. ઢાલ હોય તે આડી ધરાય. વગે પીરસણું, વગે ન્યાય, વગ ન હોય તે પાછો જાય. વગે વાવણું, વગે કુવા, વગ વિનાના કુંવારા મુઆ, એક હાથે તાળી પડે નહીં ને એક હાથે રેલો ઘડાય નહીં. દોહ–બીના વસીલે ચાકરી, બિના ઢાલ જુવાન;
એ તીનું પીકે લગે, બિના સુપારી પાન. ૫૦૫ ૧ લાળા ચરડા-ખરાબ. ૨ ડું લગામ, ૩ તેજ=ધેડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com