________________
કહેવતસંગ્રહ
૨૨૯ આપવાની આખડી, લેવાની મોકળ. આપવામાં ચીકટ, લેવામાં વિકટ. દમડીકા તેલ ચાહીએ, તે કહે હમ જન્મકે હીજડે હૈ. ૬૧૧, શાક બગડયું તેને દિવસ બગડ્યો. ૫ શાક બગડ્યું તેને દિવસ બગડ્યો. અથાણું બગડ્યું તેનું વર્ષ બગડ્યું. બાયડી બગડી તેને ભવ બગડ્યો. જુવાની બગડી તેનું જીવતર બગડ્યું. દીકરો બગડ્યો તેનું કુળ બગડ્યું. ૬૧૨. મહેતાજી ગયા એટલે નિશાળીઆને મજા, ૪. મહેતાજી ગયા એટલે નિશાળીઆને મજા. શેઠ ગયા એટલે ગુમાસ્તાને દિવાળી. સાસુ ગયાં એટલે વહુને અમલ આવ્યો. ગુરૂ ગયા ગોકળ એટલે ચેલાને થઈમોકળ. When cats are away, mice are at play. ૧૩. વેશ્યા વર્ષ ઘટાડે ને જેગી વધારે. ૪ વેશ્યા વર્ષ ઘટાડે, ને જેગી વધારે. વેશ્યા, વાઢે ને વિઘાથી, તેનાં વર્ષ લઈ ગયે બા ભારથી. આજકાલના જોગી ને ઢીંચણ સમી જટા. હજુ તે બળેવે બારમું વર્ષ બેસશે. ૬૧૪. સાસરે જતાં કેઈ છીનાળ કહે નહીં. ૩
સાસરે જતાં કાઈ છીનાળ કહે નહીં. પ્રભુ ભજતાં કાઈદોષ લહે નહીં. ઘણું ઊઠાવે તેને કોઈ ચોર કહે નહીં. ૧૫. કુલ્લામાંથી હીંગ જાય, પણ કુલું ગંધાય. ૮ કુલ્લામાંથી હીંગ જાય, પણ કુલું ગંધાય. આ હેદો જાય, પણ માય ગેદે ન જાય. કરનો કરનારે જાય, પણ કર રહી જાય. માર્ગ કરનારે જાય, પણ શેરડે રહી જાય. સર્પ ગયા પણ લીસરડા રહી ગયા. કાળ જાય ને કહેણું રહે.
૧ કળ છુટ. ૨ જોગી જેમ જુના તેમ મનાય વધારે ૩ હીંગની વાસ ન જાય, એમ પણ બેલાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com