________________
૨૨૬
કહેવતસંગ્રહ
૫૫૯. લક્ષ્મી દાને શેભે છે. ૪ લક્ષ્મી દાને શોભે છે. અદાતાનું ઉંચું મંદિર શોભતું નથી. પાપને પૈસે છૂટે નહીં. દેહ– જલકી શોભા કમલ, હેદલકી શોભા ફિલ;
ધનકી શોભા ધર્મ છે, કુલકી રોભા શીલ. ૪૬૭ ૫૬૦. ઊછેદીઆના આઠસે વારસ. ૪
ઉછેદીઆના આઠ વારસ. નદીઓના નવાણું ધણું. ગીઆળ ગયું તેના ઘરના બુરા હાલ. ગીઆળ ગયું તેહનું ઘર પીંજાણું. ૫૬૧. એ તે છઠ્ઠીના બગડેલા છે. ૫
એ તો છઠ્ઠીના બગડેલા છે. શીંગમાંથી સન્યા છે. જન્મથીજ અટકચાળા છે. ઘોડીઆમાં પણ સાચું રોયે નથી. જન્મના જે ઉખડેલા છે. ૫૬૨. ચેરની માને ભાંડ પરણે. સૌ સૌનું કુટી લેશે, આપણે શું? ૭
ચોરની માને ભાંડ પરણે. સૌ સૌનું કુટી લેશે, આપણે શું ? સૌસૌનાં કામ સૌ જાણે. લટું જાણે ને લુહાર જાણે. બોખ ને વરેડું પડે કુવામાં. મુ વર ને બળી જાન. લંકાં બળે સંતેલની.
Don't meddle with the affairs of others ૫૬૩. લાખની પાણ. ઊધારે ઊકરડો થાય. ૬ લાખની પાણ. (ધારે) ખાતે લખાય તે ઊકરડો થાય. ઊધારે હાથી બંધાય, પણ રોકડે બકર્ણી ન બંધાય. આંકડા ઉપર આંકડે ચડે, ત્યારે ભય ભારી થાય. ભેચ પડ્યા બમણું, બેરના બમણું. ૫૬૪. વ્યાજને ઘોડા ન પહોંચે. ૮
વ્યાજને ઘેડા ન પહોંચે. વ્યાજને વિસામે નહીં. એક રામે લંકા લીધી, તે ઝાઝા રામ ચડે ત્યાં શું બાકી રહે ?
૧ હેદલ હયદલ, ડેસ્વારનું લશ્કર. ફલહાથી. ૨ શીલસદૂગુણ, સારાં લક્ષણ. ૩ આપણે બીજાનાં કામમાં માથું મારવા જરૂર નહીં. ૪ માંહે ધૂળ ભળે એટલે પાછા દાણું વાળી લે ત્યારે તેલમાં બમણું થાય. ૫ બેર વેચનાર બમણા દાણું લઈને બેર વેચે. તે દાણું બમણું આપે, પણ થોડાં થોડાં બોર લેનારાં ઘરાક ઘણું મળે તેથી દાણું બહુ થાય. ૬ રામ=આને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com