________________
કહેવતસંગ્રહ
૨૭
પર૦. ઈશ્વર ઈચ્છા આગળ મનુષ્ય નિરૂપાય છે. ૯ ઈશ્વર ઈચ્છા આગળ મનુષ્ય નિરૂપાય છે. પરમેશ્વર શિંગડા આપે તે તે વેઠવાં પડે. ભાવીને કેાઈ ખાળી શકતું નથી. ભાવી જ પ્રબળ છે. સાહેબ રૂક્યો શું કરે, અવળી મતિયાં દેવે. હેનાર પદાર્થ આગળ કોઈ ડાહ્યું નથી. ધાર્ડ ધણીનું થાય. દેહરા–સુને ભરથ ભાવિ પ્રબલ, વિલકી કહે મુનિનાથ;
હાન, લાભ, જીવન, મરન, જશ અપજશવિધિહાથ. ૪૪૬ રામ લક્ષ્મણ બાણાવળી, સીતા જેવાં સુપાત્ર;
એને વન વસવું પડ્યું, માનવી તે કાણુ માત્ર. ૪૪૭ What is destined must take place. પ૨૧. ભીખ, ભારે ને ભણતર સવારમાં સારાં. ૪
ભીખ, ભારે ને ભણતર સવારમાં સારાં. વિદ્યા ભણવી તે પહેલી વયમાં.
એક પહેરની ભિક્ષા, સાત પહેરનું સુખ. દેહરે વિદ્યા પહેલી વય વિષે, બીજી વયમાં ધન;
રહ્યો ન ધર્મ ત્રીજી વયે, એળે ગાળ્યું તન. ૪૪૮ પર૨. જન્મે બ્રાહ્મણ ને ઘા સુવર એ બેને છેડવાં નહીં. ૪ જમે બ્રાહ્મણ ને ઘાયે સુવર એ બેને છેડવાં નહીં. ભૂખ્ય બ્રાહ્મણ ને ધરા કણબીને છેડવાં નહીં. ભૂખે મારવાડી ગાય, ભૂખે ગુજરાતી ઉધે.
અફીણના બંધાણીને ઊતાર વખત છેડે નહીં. પ૨૩. ડાહી બાઈને તેડાવે ને ખીરમાં મીઠું નંખાવે. ૩ ડાહી બાઈને તેડાવો ને ખીરમાં મીઠું નંખાવે. ભુલ કહાડવા સો આવે, કરી બતાવે નહીં કેાઈ. થેંસ રાંધતાં આવડે નહીં ને ખાતી વખત ચેષ્ટા. પર૪. ભૂલચૂક લેવીદેવી. ૬
ભૂલચૂક લેવીદેવી. ભૂલ હોય તે સો વરસે મજરે આપવી. હિસાબે થાય તેમાં વાંકું ના બોલાય.
૧ ભારે ઘાસ કાપી ભારે લાવવા તે. ૨ એક પેહેર તે પહેલા પિહાર અર્થાત સવાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com