________________
કહેવતસંગ્રહ
૧૯૫
૪૭૮. ઢેડવાડે જવું ને હાડકાંને ધરવ કર્યા વગર આવવું (તે ભૂલ).
સમુદ્ર સરખા સખા ને અલુણું ખાવું. ૯ ઢેડવાડે જવું ને હાડકાંને ધરવ કર્યા વગર આવવું. સમુદ્ર સરખા સખા ને અલુણું ખાવું. નદીએ જઈને તરસ્યા આવવું. પાણીમાં માછલું તરસ્યું. લીલા ઝાડ હેઠળ ભૂખે મરવું, કે તડકે તપવું. સાસરે ગઈ ને સૌભાગ્ય ભૂલી આવી. તળાવે જઈ ને તરસ્યા આવવું. લંકામાં વસવું, ને અડવા ફરવું.
સાસરે આણું કરવા ગયે, ને વહુ ભૂલી આવ્યું. ૪૭૯ નાતરે જવું ને દહાડા ગાળવા તે છોકરાની હાણ. ૪ નાતરે જવું ને દહાડા ગાળવા તે છોકરાની હાણ. મરવું ત્યારે મુહતું શું? સાથરે ત્યારે સાંકડો શેને તક માટી ત્યારે રાંકડો છે? ૪૮૦. સિંહને વનને આશ્રય, વનને સિંહને આશ્રય. ૬ સિંહને વનને આશ્રય, વનને સિંહને આશ્રય. જમાદારને જોર જમાતનું, જમાતને જોર જમાદારનું. વળીને મોભનો આધાર, મોભને વળીથી રક્ષણ ખેતર રાખે વાડને, વાડ રાખે ખેતર, રિયત રાજા વડે, રાજા રૈયત વડે. દેહ–જીવ છવકે આશરે, જીવ કરત હે રાજ;
તુલસી રઘુવર આશરે, કયું બીગડે કાજ? ૪૧૫ ૪૮૧. ગાડું નાવમાં ને નાવ ગાડાં ઉપર (વખતે વખતે પ્રસંગ પડે
તેમ થાય છે.) ૯ ગાડું નાવમાં ને નાવ ગાડાં ઉપર. માથું પાઘડીમાં ને પાઘડી માથા ઉપર. ઘેડા ઉપર ચડીએ ત્યારે આપણે સવાર, ઉતરીએ ત્યારે ઘોડે સવાર. નવ નાડીઓ છવ તે ગમે તે નાડે ચડી જાય. ૧ ધરવ=તૃપ્તિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com