________________
૧૯૪
કહેવતસંગ્રહ
સેરઠા મેળે લઈને ભેખ, હારે કઈ હાલે નહીં;
અહીંથી એકાએક, સ્વર્ગે જવું શામળા. ૪૧૨ બેલપ કરવા બાપ, અંતકાળે આવે નહીં; સાથે પુષ્ય ને પાપ, સ્વર્ગ જાવું શામળા. ૪૧૭ મસાણ સુધી સાથ, ચેહમાં સૂવું એકલા;
કોઈ ન ભીડે બાથ, સાચું સોરઠીઓ ભણે. ૪૧૪ ૪૭૫. માયાને ભય, કાયાને નહીં. ૮
માયાને ભય, કાયાને નહીં. નાગાને લુટાયાને શો ભય? હોય તેને જાય, બા બેઠે મંગળ ગાય. બા ઉડ્યો બગલમાં હાથ, ને જ્યાં પડ્યા ત્યાં જગન્નાથ. પંડેપંડ, જ્યાં પડ્યા ત્યાં પ્રેમને કુશળ. વાંઝીઆનાં હોય તે મરે. વળાવીઓ વગર બે ચાલે, તુંબડું કે શીંગડું. હશે તેનું જશે. They only are in danger who have anything
to lose. ૪૭૬. સુખડ ઘાસે, ઓરસીઓ ન ઘાસે. ઘાસે તે નાસે. ૭
સુખડ ઘાસ, એરસીઓ ને ઘાસે. ઘાસે તે નાસે. ત્રાંબાપીતળનાં ઠામ અભડાય નહીં, માટીનું હાંકલું અભડાય. બળીઆ સાથે બાથ તે નબળો ઘાસે. ' જેના છાપરા ઉપર નળીઆં ઝાઝાં તે જીતે. રાબનાં હાંલાં અભડાય, પકવાન અભડાય નહીં. પાતળી ફૂટે. ૪૭૭. ધાઈને મળીએ નહીં, ને અળગા રહીએ નહીં. ૪ ધાઈને મળીએ નહીં, ને અળગા રહીએ નહીં. ઉપર પડતા જઈએ નહીં, ને અતડા રહીએ નહીં. વગર તેડ્યા જઈએ નહીં, તેડે ત્યારે આઘા રહીએ નહીં. લીંબુનું પાણી થઈ રહેવું.
૧ હારે સાથે. ૨ તુંબડું બ્રાહ્મણ. ઈંગડું બા, કારણ તેને ચોર લુટે નહી. ૩ સુખડ ઘસાય કારણ કે નરમ છે. ૪ પાતળી ઠીકરી કે પાતળાં નસીબવાળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com