________________
કહેવતસંગ્રહ
૧૬૧
૩૫૪. નકટીને વર જેગી. મીંઆ ખેડા ને બીબી ઝમકુ બેખી. ૧૩
નકટીને વર જેગી. મીંઆ ખેડા ને બેબી ઝમકુ બોખી. તલનું ઘરાક ઘાંચી. ખોળનું ઘરાક ઘાંચી. જેને કાઈ ન પરણે તેને ખેતરપાળ પરણે. વર કાણો ને કન્યા આંધળી. જુગતે જે મળ્યું છે. એને ભૂતરાત પણ બોલાવે તેમ નથી. ભૂતને પીંપળો પણ મળી રહે છે. ભૂતનું ઠેકાણું પીંપળ કે આંબલી. ખુદાને બનાઈ જેડી, એક અંધા એર દુસરી ખેડી. મીયાં કાણું ને બીબી મુંગાં. લાકડે માંકડું વળગાડવું. ૩૫૫. ગઈ આબરૂ પાછી ન આવે. ૧૭ ગઈ આબરૂ પાછી ન આવે. નાક ગયા પછી જીવતર ધૂળ. મણનું માથું જજે, પણ નવટાંકનું નાક ન જશો. વહેવાર કાચો તાંતણો છે. અણી સાચવી, આબરૂ રાખવી. મરદને આબરૂ એ જ માયા. વે પાણી મુલતાન ગયાં. મિતીનું પાણુ ઊતર્યું તે ઊતર્યું. મેશ મહોચે બેઠી તે ઉતરે નહીં. કાળ જાય પણ કલંક જાય નહીં. દેહરા–લાજે સંપત પામીએ, લાજે મેટાં માન;
લાજ વિનાનાં માનવી, તેના લાંબા કાન. ૩૫ર વેળા વળે, વિત્ત વળે, વળે વિદેશથી વહાણ; વરી” વહાલા વધુ વળે, વળે ન ખ્યાતી જાણ. ૩૫૩ જાકી કીત જગતમેં, જગત સરાહે જાહી; તાકે જીવન સફલ હે, કહત “અકબર”શાહી. ૩૫૪ લજ રાખે તે જીવ રખ, લવિણ છવ મ રખ;
એ તે માગું સાંયાં, રખ તે દનું રખ. ૫૫ સેરઠે–ભેંસ ભાયાણુ, કુંઠીઓ કાલે સાંપડશે;
પણ મેસ બેઠી માલા, આલાની ઊતરશે નહીં. ૩૫૬
૧ ખેતરપાળ=હલકા વર્ગને ભૂત છે. ૨ એકજ ઘર બગડ્યું. ૩ તુટયો સંધાય નહીં. ૪ પાછાં આવે નહીં. ૫ વરી લેઇને. વધુ બહુ ખ્યાતી કીર્તિ ગઈ હોય તે. ૬ સાંયાં પરમેશ્વર. ૭ ભાયાણી કુટુંબના માલા નામના મોટા ગરાસવાળા કાઠીને ત્યાં જઈ આલા નામે ચારણે સારાં વખાણ કરી કવિતા કહ્યાં. માલ પિતાનાં વખાણ સાંભળી ખુશ
૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com